મહીસાગર: કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે સમગ્ર ગુજરાતમા I-Khedut પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની ચાલુ વર્ષ માટે ખેડૂતો ખેતી માટેના વિવિધ સાધનો સહાયથી મેળવી શકે તે માટે I-Khedut પોર્ટલ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખુલ્લું મુકવામાં આવેલ છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના ખેડૂતોને I-Khedut પોર્ટલ પર વિવિધ ખેતીનાસાધનો સહાયથી મેળવવા 30 એપ્રિલ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી સમિત પટેલે જણાવેલ છે.
ખેડૂતો દ્વારા I-Khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ સાધનિક કાગળો સહ અરજી ગ્રામસેવક અથવા તાલુકા ઓફીસમાં દિન-7માં અરજી આપવાની રહેશે અને વધુ માહિતી માટે ખેતીવાડી ખાતાની કચેરીનો સંપર્ક કરવા જણાવામાં આવેલ છે.