ETV Bharat / state

Navsari Vijalpore Municipality : નવસારી વિજલપોર નગરપાલિકાની 17 સમિતિના નવનિયુક્ત ચેરમેન, જુઓ વિગતવાર માહિતી

નવસારી વિજલપોર નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે 17 કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. નવસારી વિજલપોર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જોકે નગરસેવકો વચ્ચે મુખ્ય સમિતિઓ મુદ્દે અને પાલિકાના મુખ્ય અને મલાઈદાર ખાતા મેળવવા ખેંચતાણ રહી હતી.

Navsari Vijalpore Municipality
Navsari Vijalpore Municipality
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 10:37 PM IST

નવસારી વિજલપોર નગરપાલિકાની 17 સમિતિના નવનિયુક્ત ચેરમેન, જુઓ વિગતવાર માહિતી

નવસારી : નવસારી વિજલપોર નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે આજરોજ નવસારી વિજલપોર પાલિકાના સરદાર પટેલ સભાખંડમાં નવનિયુકત પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ અને ઉપપ્રમુખ સુનિલ પાટીલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિવિધ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી.

નવા ચેરમેનની નિમણૂક : નવસારી વિજલપોર નગરપાલિકામાં એકઝીકયૂટીવ કમિટીના ચેરમેન તરીકે પિયુષ ગજેરા, પબ્લીક વર્કસ કમિટી ચેરમેન અલકાબેન પટેલ, વોટર વર્કસ કમિટી ચેરમેન ચેતન પટેલ સાથે અન્ય 15 કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. આ નવા નિમણૂક હોદેદારોને નગરસેવકો અને સમર્થકોએ શુભકામના પાઠવી હતી. ચૂંટાઈ આવેલા નવનિયુક્ત હોદેદારોએ પ્રજાલક્ષી કામોને અગ્રતા આપી વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે બાંહેધરી આપી હતી.

17 કમિટીના ચેરમેન : નવસારી વિજલપોર નગરપાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે 17 કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નવસારી વિજલપોર નગરપાલિકાની કમિટી રચનામાં પાર્ટીએ મહત્વની ભૂમિકા ભજવી હોય તેવું સ્પષ્ટ તરી આવ્યું હતું. નગરપાલિકાની વિવિધ કમિટીઓમાં આયોજન કરનાર સભ્યો અનુભવી હોવા સાથે પાલિકાના અધિકારીઓ સાથે કુશળતાથી કામ કરી શકે તેવા હોવા જોઈએ, પરંતુ બીજી ટર્મ માટે વરાયેલા સભ્યો નવા ચહેરા સાથે બિન અનુભવી છે. જેને કારણે શહેરમાં વિકાસના કાર્યો કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે.

અઢી વર્ષ માટે આ નવી સમિતિની રચના કરી નવા સભ્યોને તક આપી છે. અમે તમામ સભ્યો સાથે મળીને વિકાસના કામોને વેગ આપીશુ અને નવસારીને પ્રગતિના પંથે લઈ જઈશું. -- મીનલબેન દેસાઈ (પ્રમુખ, નવસારી વિજલપોર નગરપાલિકા)

એક્ઝિક્યૂટિવ ચેરમેન : હવે ગત ટર્મની ડ્રેનેજ કમિટીના ચેરમેન પિયુષ ગજેરાને માથે એક્ઝિક્યૂટિવ ચેરમેનનો તાજ, ઉપદંડક વિજય રાઠોડને મોટર ગેરેજ સમિતિ, બાંધકામ સમિતિના ચેરમેન પદે અલકા પટેલ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન પદે છાયા દેસાઈ અને મહત્વની વોટર વર્ક્સ સમિતિના ચેરમેન પદે ચેતન પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત પાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન પદે જયાબેન લાંજેવાર અને ગુમાસ્તર ધારા અને માર્કેટ સમિતિ બનાવી ગુલાબચંદ તિવારીને ચેરમેન બનાવ્યા છે.

નો રિપીટેશન થિયરીમાં અપવાદ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ સહિત કમિટીની રચના માટે નો રિપીટેશન થિયરી અપનાવી છે. જેમાં કમિટીઓની તમામ અગાઉ રહેલા નગરસેવકોને આ વખતે કોઈપણ કમિટીના સભ્ય કે ચેરમેન પદ નહીં અપાય તેવું નક્કી કર્યા બાદ પણ 4 ચેરમેનો રીપીટ કરવામાં આવ્યા હતા.

નગરસેવકો વચ્ચે ખેંચતાણ : નવસારી વિજલપોર નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેની 17 સમિતિના ચેરમેનની નિમણૂક કરાઈ હતી. નવસારી અને વિજલપોરના નગરસેવકો વચ્ચે મુખ્ય સમિતિઓ મુદ્દે અને પાલિકાના મુખ્ય અને મલાઈદાર ખાતા મેળવવા નવસારી અને વિજલપોર વચ્ચે ખેંચતાણ રહી હતી. ખેંચતાણને કારણે અંદાજે દોઢ કલાક સામાન્ય સભા મોડી શરૂ થઈ હતી. ગત ટર્મની ગાર્ડન સમિતિ ચેરમેન મીનલ દેસાઈને પાલિકા પ્રમુખ અને ફાયર ચેરમેન સુનીલ પાટીલને ઉપપ્રમુખ બનાવ્યા હતા. સામાન્ય સભા સમય પર શરૂ ન થતા કોંગ્રેસના એકમાત્ર નગરસેવિકાએ સભાને મુલતવી રાખવા નગરપાલિકા સીઓને રજૂઆત કરી હતી. કોંગ્રેસી નગરસેવિકા તેજલ રાઠોડ વિરોધ સાથે રજીસ્ટરમાં સહી કરીને સભામાં અનુપસ્થિત રહ્યા હતા.

  1. નવસારી-વિજલપોર પાલિકાની સોમવારે પ્રથમ ઐતિહાસિક વર્ચ્યુઅલ સામાન્ય સભા
  2. Navsari News: નવસારી ખાતે સ્પેસ ઓન વ્હીલ કાર્યક્રમ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.