- કડાણા ડેમમાં 46,109 ક્યુસેક પાણીની આવક
- ડેમ 80 ટકા જેટલો ભરાયો, ડેમની ભયજનક સપાટી 419 ફૂટ
- અત્યારે કડાણા ડેમનું જળ સ્તર 411.07 ફૂટ
મહીસાગરઃ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. તો કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા કડાણા ડેમનું જળ સ્તર પણ વધ્યું છે. અત્યારે કડાણા ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો છે, જેના કારણે તંત્રએ એલર્ટ સ્ટેજ જાહેર કર્યું છે. અત્યારે ડેમની સપાટી 411.07 ફૂટ પર પહોંચી છે, જે ભયજનક સપાટીથી માત્ર 7 જ ફૂટ દૂર છે.
ડેમ 80 ટકા ભરાઈ ગયો
જિલ્લામાં કડાણા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતા અને રાજસ્થાનના બાંસવાડાના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના પ્રવાહને લઈને ડેમમાં પાણીની આવક વધી છે. આથી ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો છે. જ્યારે તંત્રએ આને એલર્ટ સ્ટેજ જાહેર કર્યું છે. કડાણા ડેમના ઉપરવાસમાંથી 46,109 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ડેમની જળ સપાટી વધી
સતત પાણીની આવકના કારણે ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે અને હાલ ડેમનું જળ સ્તર 411.07 ફૂટ પર પહોચ્યું છે એટલે કે ડેમ ભયજનક સપાટીથી ફક્ત 7 ફૂટ જેટલો ખાલી છે. જોકે, ડેમના ઉપરવાસમાંથી સતત થઈ રહેલ પાણીની આવક ને કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો- દમણગંગા નદીમાં આવ્યું મધુબન ડેમનું 1.79 લાખ ક્યુસેક પાણી, કાંઠા વિસ્તારના 7 ગામમાં એલર્ટ
આ પણ વાંચો- નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, કરજણ ડેમ થયો ઓવરફ્લો