કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે કલેક્ટર બારડે તમામ સબંધિત અમલીકરણ અધિકારીઓ તથા બેંક મેનેજરોને સુચનો કર્યા હતા. આ યોજના અંતર્ગત સ્વ -રોજગારી હેતુ માટે 12 દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના માટે વર્ષ 2018-19 માટે જિલ્લાપંચાયત મહીસાગર તથા સબંધિત દૂધ સંઘો મારફતે 140 યુનિટના લક્ષ્યાંક સામે 204 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. તે પૈકી 143 અરજીઓ માટે સહાયની રકમ ચુકવવામાં આવેલી હતી.
આ ઉપરાંત બાકી રહેલ અરજીઓ માટે જે લાભાર્થીઓને બેંક લોનની રકમનું ધિરાણ થયેલ ન હોઈ તેવા તમામ લાભાર્થીઓને બેંક અધિકારી સાથે સ્થાનિક પશુધન નિરીક્ષક સાથે રહી સ્થળ તપાસ કરી પશુપાલકને સત્વરે લાભ મળે તે માટે કલેકટરે સુચના આપી હતી તેમજ આ યોજનાનો પશુપાલકોને મહત્તમ લાભ મળે તે માટે પશુપાલન ખાતું, દૂધ સંઘો તથા બેંકો દ્વારા મહત્તમ પ્રયાર-પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.
યોજનાની બાકી રહેલ અરજીઓ માટે વ્યક્તિગત બેંક મેનેજરોની સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2019-20 માટે પંચમહાલ ડેરી ગોધરા દ્વારા પંચમહાલ ડી.કો-ઓપરેટીવ બેંકને વધુમાં વધુ અરજીઓ મંજુર કરવા બેંક મેનેજરને સૂચન કર્યું હતુ. તેમજ આ બેઠકમાં નોડલ ઓફિસર પંચામૃત ડેરી ગોધરા, નોડલ ઓફિસર અમુલ ડેરી, આણંદ દ્વારા યોજનાના સફળ અમલીકરણ કરવા માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, પશુપાલન અધિકારી ચાવડા, લીડ બેંક મેનેજર, નોડલ ઓફિસર પંચામૃત ડેરી ગોધરા, નોડલ ઓફિસર અમુલ ડેરી આણંદ, પશુ ડૉકટરો તેમજ બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક ઓફ બરોડાની જિલ્લાની અલગ અલગ શાખાના પ્રતીનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.