- મામલતદારની કાર અને ટ્રાવેલ્સ વચ્ચે ગંભીર અકસ્માત
- લુણાવાડાના મામલતદાર અને ડ્રાઇવરનું અકસ્માતમાં મોત
- મામલતદારની કારમાં 3 વ્યક્તિ સવાર હતા
લુણાવાડા: મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં લુણાવાડા તાલુકાના મામલતદારનું મોત નીપજ્યું છે. મહિસાગરના લુણાવાડાના મામલતદાર રાત્રિ દરમિયાન લુણાવાડાના ખલાસ પુર પાસે સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે રાજસ્થાન આર.ટી.ઓ પાસીંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાઈ હતી. જેમાં મામલતદાર રાકેશ ડામોર તેમજ ડ્રાઇવર વિજય પગીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે મામલતદારના ભત્રીજાનો આબાદ બચાવ થયો છે.
મામલતદાર અને ડ્રાઈવરનું મોત
શુક્રવારે એક ગમખ્વાર અકસ્માતમાં લુણાવાડા તાલુકાના મામલતદારનું મોત નીપજ્યું છે. મહિસાગરના લુણાવાડાના મામલતદાર રાત્રિ દરમિયાન સરકારી ગાડીમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતાં. ત્યારે
લુણાવાડાના ખલાસ પુર પાસે રાજસ્થાન આરટીઓ પાસીંગની ટ્રાવેલ્સ સાથે સરકારી ગાડી ધડાકાભેર અથડાંતા તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં સરકારી ગાડીમાં સવાર ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મામલતદારને સારવાર અર્થે લઈ જતા સમયે તેમનું મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. આ ગાડીમાં 3 વ્યક્તિ સવાર હતા જે પૈકીના ડ્રાઇવર વિજયરાજ પગીનું પણ ઘટના સ્થળે મોત થયું છે.
મામલતદારના મોતથી સરકારી અધિકારી આલમમાં શોકની લાગણી પ્રસરી છે. જોકે, ટ્રાવેલ્સમાં સવાર કોઈ પણ વ્યક્તિને કે ડ્રાઇવરને પણ ઇજા પહોંચી હોવાના અહેવાલો નથી. પોલીસે અકસ્માતમાં
અથડાયેલી બસના ડ્રાઇવર સાથે તેનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ હાઇવે પર બેફામ દોડતી ખાનગી લક્ઝરીઓ સામે કાળજી રાખીને ડ્રાઇવિંગ કરવું જ આવશ્યક છે. જોકે આ અકસ્માત કેવી રીતે સર્જાયો એ તો સરકારી ગાડીમાં સવાર ત્રીજી વ્યક્તિના નિવેદન પરથી જ જાણી શકાશે. પોલીસે અકસ્માતમાં અથડાયેલી બસના ડ્રાઇવર સાથે તેનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.