મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડામાં ગુરૂવારના રોજ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની અને માતૃશક્તિના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
પડોશી દેશ દ્વારા લવ જેહાદના ષડયંત્ર મારફતે ભારતના હિન્દુ કુટુંબની ભોળી બહેન-દીકરીઓને લગ્નની લાલચ આપીને ફસાવી તેને ભગાડી લઇ જાય છે. જે બાદ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતો હોય છે. તેમજ તેનું જાતીય શોષણ કરી હિન્દુ સમાજને અપમાનિત કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા સરકાર દ્વારા આ બનતા કિસ્સાઓ પર લગામ લગાવી તેના પર યોગ્ય પગલાં લેવા VHP સંગઠને માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.