ETV Bharat / state

મહિસાગર SOGએ ફેક વેબ-સાઇટ બનાવી લાખો રૂપિયા પડાવતી ત્રિપુટી ઝડપી, રામ જન્મભૂમિ મંદિર નિર્માણના નામે પડાવતી પૈસા - મહીસાગર લોકલ ન્યુઝ

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ-નિર્મિત થઇ રહેલા મંદિરના નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબ-સાઇટ બનાવી દાતાઓ પાસેથી ઓનલાઇન ઠગાઇ કરી લાખો રૂપિયા પડાવતી ત્રિપુટીને બિહારના પટના ખાતેથી મહીસાગર જિલ્લા SOG તથા લુણાવાડા પોલીસે ઝડપી પાડી છે.

મહિસાગર SOGએ ફેક વેબ-સાઇટ બનાવી લાખો રૂપિયા પડાવતી ત્રિપુટી ઝડપી, રામ જન્મભૂમિ મંદિર નિર્માણના નામે પડાવતી પૈસા

author img

By

Published : Aug 4, 2021, 7:33 AM IST

  • રામ મંદિર નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબ-સાઇટ બનાવી ઠગાઇ
  • લાખો રૂપિયા પડાવતી ત્રિપુટીને બિહારના પટના ખાતેથી પોલિસે ઝડપી
  • આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના ATM કાર્ડ તેમજ 10 ક્રેડીટ કાર્ડ મળી આવ્યા

મહિસાગર: શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નવ નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને નિર્માણ થઈ રહેલા ભવ્ય રામ મંદિર માટે સમગ્ર દેશમાંથી દાનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે તેનો લાભ લઇ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવ-નિર્મિત થઇ રહેલા મંદિરના નિર્માણ માટે દાન સ્વીકારવાની ફેક વેબ-સાઇટ બનાવી દાતાઓ પાસેથી ઓનલાઇન ઠગાઇ કરી લાખો રૂપિયા પડાવતી ટોળકી લુણાવાડા પોલીસે ઝડપી પાડી છે. જેમાં જયોતીશકુમાર જગેવપ્રસાદ કુસ્વાહા, રોહીતકુમાર બીપીનસિહ અને વિકાસકુમાર રાજકુમાર પ્રસાદ આ ત્રણેયને બિહાર (પટના) ખાતેથી મહીસાગર જિલ્લા SOG અને લુણાવાડા પોલિસે ઝડપી પાડી છે. આ ત્રિપુટી ટોળકી ફેક વેબ-સાઇટ બનાવી અન્ય બેંકોમાં અલગ-અલગ ખાતા ખોલાવી છેતરપિંડી કરી ગુન્હો આચરતી હતી.

મહિસાગર SOGએ ફેક વેબ-સાઇટ બનાવી લાખો રૂપિયા પડાવતી ત્રિપુટી ઝડપી, રામ જન્મભૂમિ મંદિર નિર્માણના નામે પડાવતી પૈસા

આ પણ વાંચો: મહીસાગરના સંતરામપુરમાં ભૃણ હત્યાની ઘટનામાં ચાર મહિલાઓ પૈકી એક મહિલાની ઓળખ

આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી

તેઓની પાસેથી અલગ અલગ બેંકોના ATM કાર્ડ તેમજ 10 ક્રેડીટ કાર્ડ તથા અલગ-અલગ કંપનીના બ્રાન્ડેડ એન્ડ્રોરોઇડ મોબાઇલ તેમજ 9 સીમ કાર્ડ તથા ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ ફોરવીલ ગાડી તથા રોકડ રકમ રૂપિયા 23,160નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓનો કોવિડ-19નો ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવતા આરોપીઓને અટક કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.