મહીસાગર : સંતરામપુરના માનગઢ ખાતે આદિજાતિ અને શિક્ષણ પ્રધાન ડૉ કુબેર ડિંડોરની અનોખી મહેમાન ગતિ જોવા મળી છે. સંતરામપુરના માનગઢ ખાતેના કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ડૉ. કુબેર ડિંડોર ABVP દ્વારા આયોજિત અનુભૂતિ 2023 ગ્રામ્ય જીવન દર્શનના ચોથા દિવસે મહીસાગર જિલ્લાની ટીમ દ્વારા સંતરામપુર વિધાનસભાના માનગઢ હિલની મુલાકાત લીધી હતી. જ્યાં લુપ્ત થતી વર્ષો જુની પરંપરાને યાદ કરી ખાખરાના પડિયા અને પતરાડામાં ભોજન પીરસ્યુ અને સંસ્કૃતિને યાદ અપાવી હતી.
શું હતો સમગ્ર કાર્યક્રમ : માનગઢ ખાતેના કાર્યક્રમમાં આદિવાસી સમાજની રોજગારીને ઉજાગર કરતી યાદ અપાવી હતી. જેમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ખાખરાના ઝાડના લીલા પાનમાં લોકોને ભોજન કરાવી જાતે ભોજનનો સ્વાદ માણ્યો હતો. જિલ્લામાં ખાખરાના પાનના પડિયા-પતરાળા વહેંચી હજારો આદિવાસી રોજગારી મેળવે છે, ત્યારે તેમણે લુપ્ત થતી વર્ષો જુની પરંપરા મુજબ ખાખરાના પાનના પડિયા-પતરાળામાં ભોજન પીરસી સંસ્કૃતિની યાદ અપાવી છે. રાજ્ય શિક્ષણ પ્રધાન કુબેર ડીડોર દ્વારા ABVPના વિદ્યાથીઓને ખાખરાના પાનમાં ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ પ્રધાને આદિવાસી સમાજની સંસ્કૃતિ અને તેના કલ્ચર વિશે રસપ્રદ માહિતી આપી હતી.
પડીયા પતરાળા લુપ્ત : આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં દિવસેને દિવસે બજારમાં અવનવી ડિઝાઇનમાં ડિસ્પોઝલ પ્લેટના કારણે બજારમાં તેનો ક્રેજ વધવા પામ્યો છે. આજે દરેક મેરેજ તેમજ કોઈપણ સામાજિક પ્રસંગોમાં પ્લાસ્ટિક, થર્મોકોલના અવનવી ડીઝાઇનના પડીયા-પતરાળા આવતા થયા છે. હવે દેશી અને હાથથી બનેલા પડીયા પતરાળા લુપ્ત થઇ ગયા છે. જે ખુબ કેમિકલ યુક્ત હોવાના કારણે શરીરમાં અવનવા રોગો વધવા પામ્યા છે, ત્યારે દિવસેને દિવસે પ્લાસ્ટિકનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે આજે મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવાર ખાખરાના પાનમાંથી દેશી પડીયા-પતરાળા બનાવે છે અને કેટલાક પરીવાર તો આજે પણ તેમા જમે છે.
પડિયા પતરાળામાંથી રોજગારી : માનગઢ હિલ ખાતે ABVPમાં જુદા જુદા જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય જીવન દર્શનમાં ગોવિંદ ગુરુ અને ત્યાંના ઇતિહાસ વિશેની માહિતી ડૉ કુબેર ડિંડોરે આપી હતી. જેમા તેઓ વિદ્યાર્થીઓને લીલા પાનમાં ભોજન પીરસી જૂની સંસ્કૃતિની યાદ અપાવી હતી. સંતરામપુરના આજુબાજુના લોકો આજે પણ આ પડિયા પતરાળા વર્ષોથી બનાવતા આવ્યા છે અને રોજગારી મેળવે છે. આજે માત્ર અમુક જ સમુદાય હશે જે દેશી પડીયા-પતરાળાનો ઉપયોગ કરે છે. બાકી તમામ વર્ગ હવે અવનવી ડીઝાઇનવાળા પ્લાસ્ટિક કોટિંગ અને થર્મોકોલ ના પડીયા-પતરાળા લાવી બીમારી નોતરે છે.
પડિયા પતરાળા ભોજન લાભદાયક : જોકે, શિક્ષિત થઈને આપણે જાણીએ છીએ કે, ખાખરાના પાનના આ પડીયા-પતરાળાં આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી છે. જમ્યા પછી ખાતર બનીને પણ તેનો ઉપયોગ થાય છે. જ્યારે બજારમાં મળતા પ્લાસ્ટિક કોટિંગ અને થર્મોકોલના પતરાળા હવા તેમજ જમીન પણ પ્રદૂષિત કરે છે. ગમે તેમ નાખેલા પ્લાસ્ટિકથી પશુઓને પણ નુકશાન થાય છે, ત્યારે આવા આદિવાસી પરિવારને નવી રોજગારી મળે તે હેતુસર ઘરે બનાવતા દેશી પડીયા-પતરાળા બનવતા ગૃહઉદ્યોગને સરકારે પ્રોત્સાહિત કરવું જોઈએ. જેથી આવા કેટલાય પરિવારને રોજગારી મળે અને લુપ્ત થતી હાથ બનાવટની દેશી પતરાળા બનાવતી જૂની સંસ્કૃતિ પણ સચવાઈ જાય.
બિઝનેસમેન આનંદ મહિન્દ્રાની કંપનીમાં કેળના પાનમાં અપાઇ રહ્યું છે ભોજન, મુખ્ય પ્રધાને કહી આ વાત