ETV Bharat / state

વિશાળ મહાકાય પથ્થરોની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલા ભીમનાથ મહાદેવ - Janmashtami Melo 2022

મહીસાગરમાં વિશાળ મહાકાય પથ્થરોની શિવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે બીરાજમાન છે. લોકવાયકા મુજબ આ વિસ્તાર મહાભારતકાળના હિડિંબા વન વિસ્તાર તરીકે ઓળખાય છે. જ્યાં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળોનું આયોજન થાય છે. ત્યારે આવો જાણીએ શું છે આ વાત. Janmashtami 2022 Mahisagar Janmashtami Melo happy janmashtami Bhimanath Mahadev

વિશાળ મહાકાય પથ્થરોની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલા ભીમનાથ મહાદેવ

author img

By

Published : Aug 20, 2022, 9:58 AM IST

મહીસાગર બાલાસિનોરથી વિરપુર રોડ પર ભીમનાથ મહાદેવનું વર્ષો જૂનું શિવાલય આવેલું છે. વિશાળ મહાકાય પથ્થરોની વચ્ચે ભગવાન શિવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે બીરાજમાન છે. લોકવાયકા મુજબ આ વિસ્તાર મહાભારતકાળના હિડિંબા વન વિસ્તાર તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં પુરાણ પ્રસિદ્ધ અસુરોનો વસવાટ હતો અને શિવલિંગ પૂજા અતિ પ્રાચીન કાળથી આ પ્રદેશમાં થતી હતી. તે સમયે આ શિવલીંગ (Janmashtami 2022) સ્વયંભૂ પ્રગટ થયો હોવાનું માનવામાં આવે છે. એક દંતકથા મુજબ ભીમનો અહીં વસવાટ હતો અને તે શિવની આરાધના કરતા હતા. તેથી આ વિસ્તારને ભીમ ભમરડા મહાદેવ તરીકે ઓળખાય છે. અહીં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. શ્રાવણના છેલ્લા દિવસે મંદિરની ધજા આરોહણ થાય છે.

વિશાળ મહાકાય પથ્થરોની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલા ભીમનાથ મહાદેવ

ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બાલાસિનોરથી ત્રણ કિલોમીટરના અંતરે વિરપુર રોડની બાજુમાં સદીઓથી અડીખમ વિશાળ કદ ધરાવતા પથ્થરોનો વિસ્તાર છે. વિશાળ કદ પથ્થરોની વચ્ચે બિરાજમાન ભીમનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. અહીં શ્રાવણ (Janmashtami Melo 2022) માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો (Janmashtami Fair 2022) મેળાનો આનંદ માણવા આવે છે. સાથે સાથે ભીમનાથ મહાદેવના દર્શનનો લાભ લે છે. આ મહાદેવ ચમત્કારિક અને ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે.

શિવલિંગ સ્વયંભૂ પ્રગટ આપેશ્વર મહાદેવથી ભીમ ભમરડાના વિસ્તારમાં જો ખોદકામ થાય તો પ્રાચીન ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થવાનો સંભવ છે. આ વિસ્તારને લોકો પાંડવોના વનવાસ હિડિંબા વન તરીકે ઓળખે છે. મહાભારતકાળમાં પાંડવોએ અહીં વસવાટ કર્યો હતો. તે સમયે મહાદેવની પૂજા પાંડવો દ્વારા કરવામાં આવી હતી. તે સમયથી આ મંદિરની અંદરનું શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્ય હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો જય કનૈયા લાલ કી ખભેખભા મિલાવીને બહેનો નીકળશે મટકી ફોડવા

ભમરડા આકારનો પથ્થર અહીં આવેલા પથ્થરો કુદરતી રીતે જ એવી રીતે ગોઠવાયેલા છે કે, જોતાની સાથે જ કુદરતી સૌંદર્યનો અનુભવ થાય છે. કુદરતી સૌંદર્યની વચ્ચે વિશાળ કદના પથ્થરોની હારમાળામાં ભમરડા, તાવડી, ખાંડણીયો,અને ઘંટી આકારના પત્થરો છે. અહીં ટેકરીના પથ્થરો આશરે 10 થી 15 ફૂટની ઊંચાઈ ધરાવે છે. અહીં મેળામાં જોવા આવતા લોકો પત્થરોને જોઈને અલૌકિક આનંદ અનુભવે છે. આ વિસ્તારમાં સપાટ પથ્થર પર માત્ર એક જ અણી પર ટેકવાયલો પથ્થર વર્ષોથી અણનમ ઉભો છે. જે દૂરથી ભમરડા આકારનો ભાસે છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

આ પણ વાંચો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોરમાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો

દેવ ડુંગરિયા મહાદેવના દર્શન ભીમ ભમરડા ટેકરી પરથી ઉભા રહીને કુદરતી સૌંદર્ય માણવું એ પણ એક અનેરો લહાવો છે. ભીમ ભમરડાની આસપાસનો વિસ્તાર નાની-મોટી લીલી વનરાજી અને પથ્થર અને ટેકરીઓથી ભરપુર છે, જે નયનરમ્ય મનમોહક લાગે છે. અહીં ટેકરીઓ પરથી ઉભા રહીને આસપાસ નજારો જોતા બાલાસિનોરની સાથે સાથે કેદારેશ્વર, ગોપેશ્વર મહાદેવ અને દેવ ડુંગરિયા મહાદેવ પણ દર્શન થાય છે. એક જ જગ્યાએથી ત્રણેય મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. Janmashtami 2022 Mahisagar Janmashtami festival 2022 Krishna Janmashtami Puja happy janmashtami Bhimanath Mahadev Shivling appeared spontaneously Janmashtami Fair 2022 Janmashtami Melo 2022 Bhimanath Mahadev

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.