સંતરામપુરના વેણા ગામે રહેતા રમેશભાઈ નાયકની પત્નીને રાયસિંગભાઈ કટારા સાથે પ્રેમ સંબન્ધ હતો, વેણા ગામના રહીશ રમેશભાઈ નાયકની પત્ની સાથે પ્રેમ સંબન્ધમાં રાયસિંગભાઈ કટારાને રાત્રીના સમયે પોતાના ઘરે બોલાવી અને ત્યાર બાદ શયન સુખ માટે તૈયાર કરી હતી ત્યારબાદ પતિ અને પત્ની દ્વારા ગુપ્તાંગના ભાગમાં ચપ્પુના ઘા મારી પ્રેમીની હત્યા કરી હતી.

ઘટનાની જાણ થતા વેણા ગામના સ્થાનિકો દ્વારા હત્યાની જાણ સંતરામ પોલીસને કરવામાં આવી હતી, ઘટનાની જાણ થતા સંતરામ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વધુની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ઘટના સ્થળ પરથી સબુતો મળ્યા હતા.
રસ્તા પર પડેલ મૃતદેહના આસપાસ લોહીના ડાઘ અને પુરાવા જોવા મળતા પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હતો, સંતરામ પોલીસે ગણતરીના કલાકોમાં જ સ્થળ પર લોહીના ડાઘ જણાતા તથા પુરાવા મળતા ગણતરીના કલાક માંજ હત્યા કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી હતી, અને પુછપરછ કરતા પતિ-પત્નીએ યુવાનની હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું.