મહીસાગર: ચૂંટણીના સમયે મતદાન માટે જરૂરી એવા ઇવીએમ મશીનોની યોગ્ય રીતે સાચવણી થાય છે. તેની સુરક્ષા સંબંધી વ્યવસ્થાની જાણકારી મેળવવા અવાર-નવાર જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત લેવામાં આવતી હોય છે.
જેના ભાગરૂપે આજે જિલ્લાસ કલેકટર આર. બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લઇ તેની સુરક્ષા તેમજ સાચવણી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા અર્થે મુલાકાત લઇ વેરહાઉસનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.