મહિસાગર: બાલાસિનોર શહેર અને આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધારો નોંધાઈ રહ્યો છે. બાલાસિનોર શહેરની KMG હોસ્પિટલમાં હાલ ડેન્ગ્યુ અને વાયરલ ફિવરના અંદાજીત 35 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ સિવાય વાયરલ ફલુ, તાવ, શરદી, ઉધરસના કારણે રોજના 90 થી 100 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
"બદલાતા વાતાવરણને કારણે શહેરની સાથે સાથે તાલુકામાં પણ વાયરલ ફીવરના કારણે સામાન્ય તાવના દર્દીઓની સંખ્યા વધી છે. હાલના સમયમાં વાયરલ ફીવરના રોજના 90 થી 100 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે."-- ડો.જ્યોતિબેન અમી (બાલાસિનોર CHC)
30 દર્દીઓ સારવાર: બાલાસિનોર વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ફ્લૂ, ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના દર્દીઓ ઉપરાંત હવે કમળાના કેસોની પણ શરૂઆત થઈ છે. શહેરની KMG હોસ્પીટલમાં શનિવારે કમળાના 6 કેસ નોંધાયા છે. બાલાસિનોર શહેરમાં ડેન્ગ્યું અને વાયરલ ફીવર, અને કમળાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ છે. આ ઉપરાંત બાલાસિનોરની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને વાઇરલ ફીવરમાં 30 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ છે.
ગંદુ પાણી પીવાથી: બાલાસિનોર KMG હોસ્પિટલના ડો.જયપ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર અહિયાં અત્યારે હાલના અઠવાડિયામાં સાત-આઠ કેસ ડેન્ગ્યુના અને પાંચ-છ કેસ ઝૉન્ડિસના આવ્યા છે. ડેન્ગ્યુના કેસ મુખ્યત્વે પાણી ભરાવાથી અને મચ્છરથી થાય છે. ઝૉન્ડિસના કેસ પાણી ખરાબ હોય કે ગંદકી હોય અને ગંદુ પાણી પીવાથી થઈ શકે છે. એના માટે ખાસ હાથ ધોવા જોઈએ, અને પાણી ગરમ કરી ઠંડુ કરીને પીવું જોઈએ. ડેન્ગ્યુ માટે પાણી કોઈ જગ્યાએ ભરાઈ ના રહેવું જોઈએ અને મર્ચ્છરથી સાવધાન રહેવું જોઈએ.ડેન્ગ્યુ માટે મુખ્યત્વે પાણી જ દવા છે, ફ્યુર થેરાફી હોય છે. અને જેમ તાવ આવે એમ ટેબલેટ કે નજીકના હોસ્પિટલમાં બતાવવું સારું.