ETV Bharat / state

મહીસાગર કલેકટર: કોરોનાથી બચવા માટે માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતર એ જ વેક્સીન - આર.બી.બારડ

કોરનાવાઈરસે સમગ્ર દૂનિયામાં હાહાકાર મચાવી દીધો છે. જેને કારણે અનેક લોકોના મોત થયા છે. એવામાં મહીસાગર જિલ્લા કલેક્ટરે લોકોને કોરોનાને લઈ હજી વધારે સાવચેતી રાખવા અપીલ કરી છે.

Mahisagar collector
Mahisagar collector
author img

By

Published : Oct 19, 2020, 11:28 AM IST

લુણાવાડા: કોરોનાની મહામારીના ડરમાંથી મહીસાગર વાસીઓને બહાર આવવાનો પ્રેરક સંદેશ આપતા જિલ્લા કલેકટર આર.બી.બારડે કહ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ કોઈપણ દેશ-રાજ્યને બાકી રાખ્યું નથી. આ સમયમાં અનેક લોકો ભયથી પીડાઈ રહ્યા છે. હું માનું છું કે આ મહામારીનો સામનો કરવા માટે આપણા સૌના હાથમાં એક જ મજબૂત ચાવી અને વેક્સિન છે અને તે છે આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી.

સરકાર, તંત્ર, ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર અત્યારે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. તેવા સમયે આપણે સૌ કોઈ તેમને મદદરૂપ થઈ શકીએ તેમ છે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં આપણે સૌ એક ભાગ ભજવી શકીએ છીએ. તેની આપણે સૌએ જવાબદારી સ્વીકારવી પડશે.

કલેક્ટરની લોકોને અપીલ

● આપનું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી આ ત્રણ વસ્તુ આપણું વેક્સીન બની કોરોનાથી બચાવશે

● જો શરદી-ખાંસી કે તાવ જેવા પ્રાથમિક લક્ષણો દેખાય તો તુરત જ ટેસ્ટ કરાવવો

● રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ્યની ઉપચાર પદ્ધતિઓ અપનાવવી, યોગ, વ્યાયામથી જીવનશૈલી સુધારી શકાય

કોરોનાના આ સમયમાં પણ હજુ આપને બિનજરૂરી ઘરની બહાર જઈએ છીએ, ટોળામાં ઉભા રહીએ છીએ, જે યોગ્ય નથી. સરકારે આર્થિક વેગ મળે તે માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, પરંતુ આપણે તેને અનુસરતા નથી. કોરોના સંક્રમણને અટકાવવા માટે, તેની ચેઈન તોડવા માટે આપણે હવે હું માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નહિં નીકળું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટ જેટલું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ્યની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ થી પ્રતિજ્ઞાબદ્ધ થવા જિલ્લા કલેકટર આર.બી.બારડે મહીસાગર વાસીઓને અપીલ કરી છે.

કોરોનાને હરાવવાં માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી

કોરોના કરતા પણ ઘણા લોકોને સાયકોલોજીકલી ઘણા વિચાર આવે છે અને તેનો ભય સેવી રહ્યા છે. કોરોના કરતા પણ તેનો ભય વધુ ખરાબ છે. તેથી જો આપણે કોરોનાને માનસિક રીતે હરાવવશું અને આવા ભયને મનમાંથી કાઢી નાખીશું તો આપણને કશું જ નહીં થાય. તેમ છતાં પણ જો શરદી-ખાંસી કે તાવ જેવા પ્રાથમિક લક્ષણો દેખાય તો તુરત જ ટેસ્ટ કરાવવો, ટેસ્ટ કરાવવાથી દુર ન ભાગીએ. જો કોરોના થયો હશે તો તેની સારવાર પણ થશે. સારામાં સારા ડોક્ટર્સ છે. બધું જ અત્યારે ઉપલબ્ધ છે. તેથી કોરોના થી દૂર ન ભાગો, પ્રાથિમક લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો. કોરોના ને આપણે હરાવવો જ છે. કોરોના થી ડરશો નહીં તેનો સામનો કરશો તો આપણે તેની સામે બહુ ઝડપથી જીત મેળવીને "હારશે કોરોના, જીતશે ગુજરાત" ને સાર્થક કરી શકીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.