મહિસાગરઃ કોરોના વાઈરસના સંક્રમણના ફેલાવાને અટકાવવા તેમજ જિલ્લાને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે જિલ્લા
પ્રશાસન દ્વારા અનેકવિધ સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે.
તે સંદર્ભે રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર ઊભી કરવામાં આવેલી સરસવા અને ડીટવાસ ચેકપોસ્ટ પર મહિસાગર જિલ્લા કલેક્ટર આર.બી બારડે મુલાકાત લીધી હતી. તેમ જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સલાહ સૂચનો કર્યા બાદ થતી કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું હતું.