ETV Bharat / state

આકરા ઉનાળામાં શાકભાજીના ભાવો વધતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું - Gujarati news

મહિસાગરઃ ઉનાળામાં એક બાજ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે, તો બીજી તરફ ગરમીમાં રાહત આપતા લીંબુના ભાવો લોકોને દાઝ્યા પર ડામ જેવું કામ કરી રહ્યું છે. લીંબુના ભાવો 1 કિલોના 140 પહોંચતા કાળઝાળ ગરમમાં લોકો માટે લીંબુ શરબત પીવું મોંઘુ બન્યુ છે. આ સાથે જ શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.

શાકભાજીના
author img

By

Published : Apr 29, 2019, 5:53 PM IST

સમગ્ર જિલ્લાના શહેર અને ગામોમાં સખ્ત ગરમીને કારણે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેથી શાકભાજીના છુટક બજારમાં ભાવો વધ્યાં છે. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

શાકભાજીના ભાવમાં વધારો
શાકભાજીના પ્રતિ 1 કિલોનો ભાવ...
શાકભાજી-1 કિલોના ભાવ પહેલાનો ભાવ હાલનો ભાવ
ડુંગળી 8-10 15
બટાકા 10 20
કોથમીર-ફુદીનો 50 80
ગુવાર 60 80
ફુલાવરના 40 80
દુધી 25 45
ભીંડા-કારેલા 60 100
ચોળી 60 80

આમ મોટાભાગની શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. વેપારીઓના મતે અન્ય રાજ્યોમાંથી આવતું શાકભાજી ગરમીને લીધે બગડી જાય છે. તદ્ઉપરાંત ઉનાળામાં શાકભાજીની આવકમાં ઘટાડો થાય છે. જે કારણે હૉલસેલ બજાર જ નહીં, પણ છુટક બજારમાં વેપારી તકનો લાભ લઇ ધૂમ નફો રળે છે.

સમગ્ર જિલ્લાના શહેર અને ગામોમાં સખ્ત ગરમીને કારણે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેથી શાકભાજીના છુટક બજારમાં ભાવો વધ્યાં છે. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

શાકભાજીના ભાવમાં વધારો
શાકભાજીના પ્રતિ 1 કિલોનો ભાવ...
શાકભાજી-1 કિલોના ભાવ પહેલાનો ભાવ હાલનો ભાવ
ડુંગળી 8-10 15
બટાકા 10 20
કોથમીર-ફુદીનો 50 80
ગુવાર 60 80
ફુલાવરના 40 80
દુધી 25 45
ભીંડા-કારેલા 60 100
ચોળી 60 80

આમ મોટાભાગની શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. વેપારીઓના મતે અન્ય રાજ્યોમાંથી આવતું શાકભાજી ગરમીને લીધે બગડી જાય છે. તદ્ઉપરાંત ઉનાળામાં શાકભાજીની આવકમાં ઘટાડો થાય છે. જે કારણે હૉલસેલ બજાર જ નહીં, પણ છુટક બજારમાં વેપારી તકનો લાભ લઇ ધૂમ નફો રળે છે.


               R_GJ_MSR_02_29-APRIL-19_SAK BHAJI BHAV_SCRIPT_VIDEO_RAKESH

                           લીંબુ અને શાકભાજીના ભાવો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું 
મહીસાગર -
     એક બાજુ કાળઝાળ ગરમી પડતાં લોકો ત્રાહીમામ પોકારી ગરમીથી બચવા લોકો ઠંડાપીણા, શરબતનો સહારો લેવા
 માંડયાં છે તો બીજી તરફ લીંબુના વધતા ભાવો લોકોને દઝાડી રહ્યા છે. આ પરિસ્થતિમાં લીંબુ શરબત પીવુ મોંઘુ બન્યુ
 છે. એક કિલો લીંબુનો ભાવ રૂ.140 સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત, વધતી ગરમીને કારણે શાકભાજીના ભાવો આસમાને
 પહોંચ્યાં છે, જેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
               સમગ્ર જીલ્લાના શહેર અને ગામોમાં સખ્ત ગરમીને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો 
છે જેથી શાકભાજીના છુટક બજારમાં ભાવો વધ્યાં છે. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર શહેરોમાં શાકભાજી 
ના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જે ડુંગળીના કિલોના ભાવ રૂ. 8-10 હતાં તે વધીને હવે રૂ. 15 થયા છે. બટાકા રૂ. 20 
કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યાં છે. જેનો પંદરેક દિવસ પહેલાં રૂ.10 ભાવ હતો. આ જ પ્રમાણે, કોથમીર-ફુદીનો રૂ.50 
રૂપિયે કિલો વેચાઇ રહ્યું હતું તેનો ભાવ આજે રૂ.80 સુધી પહોંચ્યો છે. રૂ.60 કિલો વેચાતો ગુવાર આજે રૂ.80 ના ભાવે
 વેચાઇ રહ્યો છે.ફુલાવરના કિલોના ભાવ રૂ.40 થી વધીને રૂ.80 , રૂ.25 કિલો વેચાતી દૂધી રૂ.45 માં વેચાઇ રહી છે.
 ભીંડા અને કારેલાં ય રૂ.100 કિલો વેચાઇ રહ્યાં છે. ચોળીના ભાવ પણ રૂ. 80 સુધી પહોંચ્યાં છે. 
      આમ, મોટાભાગની શાકભાજીના ભાવ વધતા થયા છે. વેપારીઓના મતે અન્ય રાજ્યોમાંથી આવતું શાકભાજી 
ગરમીને લીધે બગડી જાય છે. આ ઉપરાંત ઉનાળામાં શાકભાજીની આવકમાં ઘટાડો થાય છે. આ કારણોસર હોલસેલ 
બજાર નહી પણ છુટક બજારમાં વેપારી તકનો લાભ લઇ ધૂમ નફો રળે છે. શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું 
બજેટ ડગમગ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.