મહિસાગર: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બુધવારના રોજ નોંધાયેલા 21 કેસમાંથી લુણાવાડામાં 7 કેસ, બાલાસિનોરમાં 9 કેસ, સંતરામપુરમાં 4 કેસ જ્યારે, વીરપુર તાલુકામાં 1કેસ મળી કુલ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 375 પર પહોંચી છે.
આજે બુધવારે વધુ 2 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 234 થઈ છે અને હાલ જિલ્લામાં 117 દર્દીઓના કેસ એક્ટીવ છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાને કારણે 24 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 8,530 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમજ જિલ્લાના 423 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવને કારણે 26 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર ખાતે તેમજ અન્ય 91દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરાના પોઝિટિવ દર્દીઓ પૈકી 110 દર્દીઓ સ્ટેબલ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.