ETV Bharat / state

મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ઘર આંગણે 40,152 ઓપીડી કરી લોકોને આરોગ્ય સેવા અપાઈ - mahisagar corona case

મહીસાગર જિલ્લામાં કોવિડ-19 મહામારીની બીજી લહેરના કારણે કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે દર્દીઓને સમયસર આરોગ્ય સેવા આપવામાં આવે છે. આરોગ્ય વિભાગ મહીસાગર દ્વારા ગામડાઓના નગર વિસ્તારમાં ધનવંતરી રથ 21 તથા સંજીવની રથ 17 મળી કુલ 38 મોબાઈલ રથ મારફતે આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે.

મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ઘર આંગણે 40,152 ઓપીડી કરી લોકોને આરોગ્ય સેવા અપાઈ
મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ઘર આંગણે 40,152 ઓપીડી કરી લોકોને આરોગ્ય સેવા અપાઈ
author img

By

Published : Apr 30, 2021, 1:34 PM IST

  • કુલ 38 મોબાઈલ રથ મારફતે આરોગ્ય લક્ષી સેવા
  • દર્દીને સ્થળ પર જ દવા અને આરોગ્યની સારવાર
  • તાવ, શરદી, ઉધરસ, ડાયાબીટીસ, અને હાઈપર ટેન્શનની તપાસ કરી સારવાર

મહીસાગર: ધનવંતરી રથમાં RBSK ડોક્ટર અને તેમની સાથે પેરામેડિકલ ટીમ દ્વારા ગ્રામ્ય અને નગર વિસ્તારમાં સરકારની આરોગ્યસેતુ એપ્લીકેશન દ્વારા નોંધાયેલા વિસ્તાર હાઈરીસ્ક અને લો-રીસ્ક એરીયામાં રહેતા લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવામાં આવે છે અને પલ્સ ઓક્સીમીટર વડે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. બ્લડપ્રેશર પણ માપવામાં આવે છે. જરૂર જણાય તેવા દર્દીને સ્થળ પર જ દવા અને આરોગ્ય સારવાર આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને પગલે જૂનાગઢમાં 15 ધન્વંતરી રથ કાર્યરત કરાયા

સંજીવની રથ દ્વારા 8,298 વખત કોરોના પોઝિટિવ દર્દીની મૂલાકાત લઈ આરોગ્યની દેખરેખ

જિલ્લામાં સંજીવની રથ 17 ફાળવવામાં આવેલા છે. જેમાં એક આયુષ મેડીકલ ઓફિસર, ફીમેલ હેલ્થ વર્કર અથવા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા જિલ્લામાં 8,298 વખત કોરોના પોઝિટિવ દર્દીની મૂલાકાત લઇ તેના આરોગ્યની સતત દેખરેખ રાખવામાં આવે છે. તપાસ દરમિયાન જો કોઈ દર્દીની તબિયત ગંભીર જણાય તો તુરંત તેમને કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે.

મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ઘર આંગણે 40,152 ઓપીડી કરી લોકોને આરોગ્ય સેવા અપાઈ
મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ઘર આંગણે 40,152 ઓપીડી કરી લોકોને આરોગ્ય સેવા અપાઈ

ધનવંતરી રથ દ્વારા 40,152 ઓ.પી.ડી.કરવામાં આવી

1લી એપ્રિલથી 27મી એપ્રિલ 2021 સુધીમાં ધનવંતરી રથ દ્વારા 40,152 ઓ.પી.ડી.કરવામાં આવી છે. જેના દ્વારા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં 764 તાવના કેસ, 1,284 શરદી-ઉધરસના કેસ, ડાયાબિટીસના 325 કેસ, હાઈપર ટેન્શનના 344 કેસની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. 6,222 જેટલા રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર શહેરમાં ધનવંતરી રથ દ્વારા સર્વે, 50થી 60 વર્ષના દર્દી વધુ સામે આવ્યાં

આયુર્વેદિક તેમજ હોમીયોપેથીક દવાનું વિતરણ સ્થળ પર જ કરવામાં આવે છે

ઈમ્યુનીટી વધારે તેવી આયુર્વેદિક તેમજ હોમીયોપેથીક દવાનું વિતરણ સ્થળ પર જ કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો તુરંત જ તમારા વિસ્તારમાં આવતા ધનવંતરી રથમાં તપાસ કરાવી સારવાર અચૂક લેવાની આરોગ્ય તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.