ETV Bharat / state

લુણાવાડા અને કડાણામાં લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો - Global epidemic

મહિસાગર પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ અને નાયબ પોલીસ અધિક્ષકે હાલમાં ચાલી રહેલી કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કોવિડ-19ની સુચનાઓ, જાહેરનામા અને ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલનથાય તે માટે તંત્ર કડક પગલા પણ લઈ રહી છે. મહિસાગરના લુણાવાડા અને કડાણામાં લગ્ન પ્રસંગ બબાતે કાર્યવાહિ કરવામાં આવી હતી.

corona
લુણાવાડા અને કડાણામાં લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો
author img

By

Published : Apr 26, 2021, 11:08 AM IST

  • મહિસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણામાં કોરોના ગાઈડલાઈનનો ભંંગ
  • લગ્નમાં 50 કરતા વધુ માણસો હાજર
  • પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

મહિસાગર: રાજ્યમાં કોરોના મહામારી ફેલાઈ રહી છે અને કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા અને કોરોનાની ચેઈન તોડવા માટે રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈનને નધુ કડક બનાવી છે. મહિસાગર જિલ્લામાં કોરોના ગાઈડલાઈનનો લુણાવાડા અને કડાણામાં ભંગ કરવામાં આવ્યો હતો. પોલીસે આ બંન્ને બાબતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

mahisager
લુણાવાડા અને કડાણામાં લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો

લુણાવાડામાં લગ્ન પ્રસંગમાં 50થી વધુ માણસ

તા.25 મીના રોજ લુણાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો ,પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન પ્રસંગના સ્થળો ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન લુણેશ્વર ચોકી વિસ્તારના ડાહ્યાભાઇ રણછોડભાઇ મકવાણાનાઓએ પોતાના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. આ અંગે ચકસાણી દરમિયાન 50 કરતા વધારે માણસો ભેગા કર્યા હતા અને સામાજિક અંતર નહોતું જણવાયું અને જાહેરનામાનો ભંગ કર્યો હોવાને કારણે બેન્ડ માલિક પુનમભાઇ મોહનભાઇ તુરી તથા ગાયક કલાકાર પ્રવિણભાઇ હંસરાજ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી લુણાવાડા પોલીસ સ્ટેશનમાં તેઓનાવિરૂધ્ધ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમજ બેન્ડ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
કડાણામાં લગ્ન પંસગ્રમાં સામાજિક અંતર ભૂલી લોકો ડિજે પર નાચ્યા

કડાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્પેકટર એમ.સી.પરમાર તથા પોલીસ સ્ટાફના જવાનો પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ દરમિયાન લગ્ન પ્રસંગના સ્થળો ચેક કરતાં માલવણના કેળામૂળ ગામે શૈલેષકુમાર શનાભાઇ બારીઆએ પોતાના દીકરાના લગ્ન પ્રસંગમાં ચેકીંગ દરમિયાન 50 કરતાં વધારે વ્યકિતઓ ભેગા કર્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાય તે રીતે કેટલાક લોકો ડી.જે. સાઉન્ડના મોટા અવાજ સાથે ગીતોના તાલે નાચી રહ્યા હતા અને કોરોના ગાઈડ લાઈનનો ભંગ કર્યો હતો. લગ્ન આયોજક શૈલેષકુમાર શનાભાઇ બારીઆ તથા લગ્નમાં આવેલા ડી.જે. માલિક રસિકભાઇ ગણપતભાઇ પઢિયાર બંન્ને આરોપીઓ વિરૂધ્ધમાં કડાણા પોલીસ સ્ટેશનદ્વારા ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ડી.જે.સિસ્ટમ ગાડીને કબ્જે કરવામાં આવી હોવાનું કડાણા પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે.

mahisagar

આ પણ વાંચો : જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે પાન મસાલાની 12 દુકાનો સીલ

500 માસ્કનુ વિતરણ

આ ઉપરાંત કડાણા પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા સપ્તાહ દરમિયાન કડાણા પોલીસ સ્ટેાશનના પોલીસ જવાનો દ્વારા છેલ્લાસ એક સપ્તાહ દિન અલગ અલગ સ્થપળોએ 500 માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. જયારે માસ્ક પહેર્યા વગર ફરતી 105 વ્યકિતઓને માસ્ક એન.સી.આપી કુલ રૂા. 1.05 લાખનો દંઢ પણ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ ડી.જે.સિસ્ટમ સાથે કુલ-04 વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેરમાં માસ્ક વગર ફરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.