ETV Bharat / state

બાલાસિનોરમાં હોળી પર્વમાં દશાનીમા વણિક-વૈષ્ણવ સમાજ દ્વારા નીકળતા 'કિર્તનીયા' - હોળીની ઉજવણી

બાલાસિનોરમાં દશાનીમા વણિકો તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા વર્ષોથી હોળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. બાલાસિનોરમાં રહેતા વૈષ્ણવ અને દશાનીમાં વણિક સમાજના લોકો હોળીના દિવસે નગરમાં પાંચ સ્થળોએ સાંજે પ્રગટાવવામાં આવતી હોળીની પાંચ પ્રદક્ષિણા કરે છે. જે નગરજનોમાં કિર્તનીયા તરીકે ઓળખાય છે.

હોળી પર્વમાં દશાનીમા વણિક-વૈષ્ણવ સમાજ દ્વારા નીકળતા 'કિર્તનીયા'

author img

By

Published : Mar 10, 2020, 4:44 AM IST

Updated : Mar 10, 2020, 5:00 AM IST

મહીસાગર : ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ આ તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. બાલાસિનોર દશાનીમાં વણિક અને વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો એકઠા થઈને ભજન-કીર્તન અને રશીયા ગાતાં નગરની પાંચ હોળીની પ્રદક્ષિણા કરવા નીકળે છે. જેમાં વણિક સમાજના સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાઇ છે. આ પરંપરા બાલાસિનોરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે. જેને દશાનીમાં વણીક અને વૈષ્ણવ સમાજે આજે પણ જાળવી રાખી છે.

હોળી પર્વમાં દશાનીમા વણિક-વૈષ્ણવ સમાજ દ્વારા નીકળતા 'કિર્તનીયા'
પાંચ હોળીની પ્રદક્ષિણા બાદ બાલાસિનોરના હોળી ચકલા વિસ્તારમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને રશીયા ગવાઇ છે. આમ, દર વર્ષે બાલાસિનોર દશાનીમા વૈષ્ણવ-વણિકો હોળીનો તહેવાર પાંચ હોળીની પ્રદક્ષિણા ભજન, કીર્તન, અને રશીયા ગાઈને ઉજવે છે.

Last Updated : Mar 10, 2020, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.