મહીસાગર: જિલ્લાના વડામથક લુણાવાડા શહેરમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસ સામે આવતા કોરાનાનું સક્રમણ અટકાવવા લુણાવાડામાં આવશ્યક સેવાઓ માટેની તમામ દૂકાનો વેપારીઓ દ્વારા ચાર દિવસ સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી.
કોરના વાઈરસનું સક્રમણ ઘટતા અને લુણાવાડા શહેરમાં કોરોનાના નવા કેસ સામે ન આવતા લુણાવાડા શહેરમાં આવશ્યક સેવાઓ માટેની દૂકાનો સોમવારથી શનિવાર સુધી સવારે 8થી બપોરે 12 કલાક સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લુણાવાડા કિરાણા એસોસિએશન દ્વારા લેવામાં આવતા ફરીથી આવશ્યક સેવાઓ માટેની દૂકાનો શરૂ થઈ હતી.
![Lunawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-01-start-avasyak-sewa-script-photo-2-gj10008_11052020145650_1105f_1589189210_1032.jpg)
દરેક દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું હતું. અને ખરીદી કરવા આવનારા ગ્રાહક પણ ફરજિયાત માસ્ક સાથે સર્કલમાં ઉભા રહી જરૂરી સમાનની ખરીદી કરી રહ્યા હતા. વહીવટી તંત્ર પણ સતર્ક હતું.
![Lunawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-01-start-avasyak-sewa-script-photo-2-gj10008_11052020145650_1105f_1589189210_669.jpg)
મહીસાગર જિલ્લા પોલિસ દ્વારા વાહન લઈને આવતા વાહન ચલોકોની પૂછપરછ કરવામાં આવતી હતી અને કોઈ કારણ વગર બહાર ફરવા નીકળેલા વાહન ચાલકોના વાહન ડિટેન કરી તેમને મેમો પણ આપવામાં આવ્યો હતો. સ્થળ પર દંડ વસુલ કરી વાહન ચાલકોને વાહન પરત કરવામાં આવ્યા હતા.