ETV Bharat / state

મહીસાગરના સંતરામપુરમાં ભૃણહત્યા કેસમાં જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા

મહીસાગરના સંતરામપુરના શિકારી ફળિયામાં એક યુવતીનું ગર્ભપાત કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ખુલ્લા મકાનમાં એક મહિલા સાથે 3 સહાયક મહિલાઓ ગર્ભપાત કરતી દેખાઈ છે. પોલીસે આ મહિલાની અટકાયત કરી છે. જિલ્લા કલેક્ટર મનિષ કુમારે જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલ્સ અને નાના-મોટા ક્લિનિક ચલાવતા સંચાલકો જણાવ્યું છે કે, હોસ્પિટલમાં કામ કરતો તમામ સ્ટાફ, મેડિકલ/પેરામેડિકલ એલાઈડ સ્ટાફના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી જે તે હોસ્પિટલના સંચાલકની છે.

કલેક્ટર, મહીસાગર
કલેક્ટર, મહીસાગર
author img

By

Published : Jul 22, 2021, 7:18 AM IST

  • સંતરામપુર ગર્ભપાત મામલે રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લેવાઇ
  • હોસ્પિટલ્સ અને નાના-મોટા ક્લિનિકોનું ચેકિંગ કરાશે
  • સ્ટાફના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી હોસ્પિટલની

મહીસાગર : જિલ્લાના સંતરામપુરના શિકારી ફળિયામાં એક યુવતીનું ગર્ભપાત કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોની તપાસ કરીને પોલીસે પ્રિયલ ગાયનેક હોસ્પિટલમાં કામ કરતી મહિલાની અટકાયત કરી છે. વીડિયોમાં ખુલ્લા મકાનમાં એક મહિલા સાથે 3 સહાયક મહિલાઓ ગર્ભપાત કરતી દેખાઈ છે. આ વીડિયોની પોલીસ તપાસથી જાહેર થાય છે કે, ગર્ભપાત કરનાર મુખ્ય મહિલા સંતરામપુરની પ્રિયલ ગાયનેક હોસ્પિટલમાં અંદાજિત 15 વર્ષથી કામ કરે છે. જેથી પોલીસે મહિલાની અટકાયત કરી છે અને તેની તપાસ પણ ચાલુ છે અને આ બાબતની ગંભીર નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે.

નર્સ મહિલાની ડિગ્રીની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે

ગર્ભપાત કરનારી નર્સ મહિલાની ડિગ્રી બાબતમાં કાગળની ચકાસણી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. પરંતુ કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલનો સ્ટાફ જ્યારે આ પ્રકારની ગતિવિધિમાં સામેલ થાય છે. ત્યારે એના માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંબંધિત હોસ્પિટલની જવાબદારી પણ બની રહે છે કે, પોતાને ત્યાં કામ કરતો સ્ટાફ યોગ્ય લાયકાત ધરાવે છે કે કેમ અને તે જવાબદારી અદા કરવા દરેક હોસ્પિટલે પોતાના સ્ટાફની વિગતો ચકાસી લેવી જોઇએ.

આ પણ વાંચો : 'માં'વતરની હત્યા : મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો વીડિયો વાઇરલ, બાળ આયોગે આપ્યા તપાસના આદેશ

કામ કરતા તમામ સ્ટાફના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી હોસ્પિટલની

મહીસાગર, લુણાવાડા જિલ્લા કલેક્ટર મનિષ કુમારે મહિસાગર જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલ્સ અને નાના-મોટા ક્લિનિક ચલાવતા સંચાલકો સામે લાલ આંખ કરી સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં કામ કરતો તમામ સ્ટાફ (ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, કમ્પાઉન્ડર, વોર્ડબોય, આયા, પટાવાળા, મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સફાઈ કર્મચારી તથા અન્ય) મેડિકલ/પેરામેડિકલ એલાઈડ સ્ટાફના ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની જવાબદારી જે તે હોસ્પિટલના સંચાલકની છે.

સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવુંં જરૂરી

આ બાબતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મેડિકલ પેરામેડિકલ સ્ટાફ પાસે સંસ્થા/ કોલેજ/ યુનિવર્સિટીમાંથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે. અન્ય સ્ટાફ બાબતમાં પણ શૈક્ષણિક લાયકાતની સાથે પોલીસ વેરિફિકેશન કરાવી લેવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.

આ પણ વાંચો : સંતરામપુરમાં ગર્ભમાં રહેલા ભૃણની હત્યા મામલે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ

સ્ટાફ સંપૂર્ણપણે શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ

કલેક્ટરે મહિસાગર જિલ્લામાં આવેલ તમામ ખાનગી હોસ્પિટલ/ ક્લિનિક સંચાલકોને કડક સૂચના આપી છે કે, હોસ્પિટલ/ ક્લિનિકમાં રાખવામાં આવેલા તમામ સ્ટાફ સંપૂર્ણપણે શૈક્ષણિક લાયકાત/ તાલીમબદ્ધ/ ચારિત્ર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.

સંચાલકો/ પ્રેક્ટિસ કરનારા તબીબો તે ક્ષેત્રમાં જ પ્રેક્ટિસ તથા હોસ્પિટલ ચલાવવાની રહેશે

આ ઉપરાંત તમામ સંચાલકો/ પ્રેક્ટિસ કરનારા તબીબોને જણાવવામાં આવ્યું છે કે, તેઓ જે ક્ષેત્રમાં શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેના આધારે જ તે જ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવાની તથા હોસ્પિટલ ચલાવવાની રહેશે. જે કોઈ પણ હોસ્પિટલ/ક્લિનિકમાં ઓછી શૈક્ષણિક લાયકાત વાળો ફરજ બજાવતો કે અન્ય ક્ષેત્રની પ્રેક્ટિસ કરતો કે બોગસ/ અમાન્ય/ગેરકાયદેસર શૈક્ષણિક લાયકાત વાળો ફરજ બજાવતો વ્યક્તિ મળી આવશે તો તેની હોસ્પિટલ/ ક્લિનિક સીલ કરી દેવા સુધીના આદેશ જારી કર્યા છે.

આ પણ વાંચો : તબીબી સુવિધાઓથી વંચિત સરહદી ગામડાઓમાં છેલ્લા 3 દાયકાથી આ દાયણ કરાવી રહ્યા છે પ્રસૂતિ

ગેરકાયદેસર પ્રેક્ટિસ કરનારe સામે IPC 1860 હેઠળ કાર્યવાહી

તેના સંચાલક અને સ્ટાફ સામે IPC 1860 અને ભારત સરકાર તથા ગુજરાત સરકારના બીજા કાયદાઓ હેઠળ કડક પગલાં લેવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે. તેમને વધુમાં જિલ્લાની તમામ હોસ્પિટલો/ ક્લિનીકોને તેમના તમામ સ્ટાફનું વેરિફિકેશન અને લાયકાત ધરાવતા સ્ટાફની નિમણુંક તારીખ 30/ 7/ 2021 સુધીમાં પૂર્ણ કરી દેવાનો પણ હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.