મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર તાલુકાના કઢઈયા ગામના પરા વિસ્તારમાં પ્રવીણભાઈ બારૈયા ખેતીકામ કરતા હતા તે દરમિયાન કોતરમાંથી મગરે અચાનક આવી હુમલો કરી યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં યુવાનનું મોત થયું હતું.
મગરના હુમલા દરમિયાન સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મગરના જબડામાંથી યુવાનને છૂટવાની બહુ કોશિશ કરી હતી. પણ મજબૂત જબડામાં પકડયેલા યુવાનનું આખરે મોત થયું હતું. આ વિસ્તારનું કોતર મહીસાગર નદીને મળે છે. જેથી નદીના મગર ખોરાકની શોધમાં કોતરમાં આવીને અનેકવાર માણસ પર હુમલાઓ કરે છે. જેથી મગરને પકડવા ગ્રામજનોએ માગ કરી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે મૃતદેહ કબજે લઈ પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.