મહીસાગરઃ જિલ્લામાં છેલ્લાં બે દિવસમાં કોવિડ-19નો એક પણ કેસ નહીં નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મુખ્ય જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લાં બે દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
મહીસાગર કોરોના અપડેટ
- સક્રિય કેસ- 22
- કુલ કોરોના રિપોર્ટ- 4476
- મૃત્યુ- 2
- ક્વોરેન્ટાઈન- 3215
- સ્વસ્થ થયેલા દર્દી- 126
- કુલ પોઝિટિવ કેસ- 144
- નેગેટિવ રિપોર્ટ- 3993
- હોમ કવોરેન્ટાઈન- 118
અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 144 કેસ નોંધાયા છે. જેમાંથી 126 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 3993 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 118 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 03 દર્દી કરમસદ મેડીકલ કોલેજ આણંદ ખાતે, 1 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, 1 દર્દી યુ. એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ, 1 દર્દી ટ્રી કલર હોસ્પિટલ વડોદરા ખાતે અને 07 દર્દીઓ કે. એસ. પી. હોસ્પિટલ, બાલાસિનોર ખાતે સારવાર હેઠળ છે. તેમજ એક દર્દીને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે.