મહીસાગર: મહીસાગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરો, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ, ચાઈલ્ડ હેલ્પલાઇન 1098ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અધ્યક્ષ દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિરવભાઈ પંડ્યા દ્વારા ચાઈલ્ડ ફ્રેન્ડલી વાતાવરણમાં ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ અધિકારી કામગીરી કરે અને સાથેસાથે જિલ્લાના બાળકોના ઉદ્ભવતા પ્રશ્નોની જાણ પોલીસ વિભાગ તેઓની કચેરીને કરે તેમ બાળ કલ્યાણ સમિતિને જાણ કરવા સુચન કરવામાં આવ્યું હતું.
લીગલ કમ પ્રોબેસન ઓફિસર સતિષભાઈ પરમાર દ્વારા જુવેનાઇલ જસ્ટીસ એકટ 2015 મુજબ કાળજી અને રક્ષણવાળા તથા કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો સંદર્ભેની કાયદાકીય જોગવાઇઓની માહિતી આપી હતી.