મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા વાકડી ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. તે દરમિયાન અહીં સરપંચ રાકેશ કટારાના પિતા સબુરભાઈ કટારાની હિટલરશાહી સામે આવી હતી. અહીં ગ્રામ પંચાયતની ગ્રામસભા બેઠક યોજાઈ હતી. તેમાં ભાગ લેવા દિવ્યાંગ વિજયકુમાર દેવદાસ મુંડવાડા આવ્યા હતા. તે દરમિયાન સરપંચના પિતાએ આ દિવ્યાંગ વ્યક્તિને માર (Clash in Gram Sabha of vakadi gram panchayat) માર્યો હતો.
મારામારીનો વીડિયો વાઈરલ ગામના આ દિવ્યાંગ યુવાને રજૂઆત કરી હતી કે, ગ્રામસભામાં કેટલા ગ્રામજનો હોય તો ગ્રામસભા શરૂ કરાય? તેમ જ ગામમાં ગ્રામસભાનો એજન્ડા કેટલા ગ્રામજનોને મળ્યો? એવું કહેતા જ વાકડી ગ્રામ પંચાયતના સરપંચના પિતાની દાદાગીરી સામે આવી હતી. તેમણે આ દિવ્યાંગને ગડદાપાટુનો માર માર્યો (Clash in Gram Sabha of vakadi gram panchayat) હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ (Vankadi village fight video goes viral) થયો હતો. જોકે, ETV Bharat આ વાયરલ વીડિયોની (Vankadi village fight video goes viral) પુષ્ટિ કરતું નથી.
સરપંચના પિતા સત્તાનો દૂરુપયોગ કરે છે સરપંચના પિતા સબુર કટારા મહીસાગર જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી છે. તેઓ દ્વારા ગ્રામ પંચાયતમાં મનસ્વી વહીવટી કરી ગેરરીતિઓ આચરવામાં આવે છે તેમજ સત્તાનો દૂર ઉપયોગ કરાય છે તેવી ગામના યુવાને ગ્રામસભામાં રજૂઆત કરી હતી. સરપંચના પિતાએ પોતાની કરતૂતો દબાવી દેવા લોકોને ધાકધમકી આપી ચાલુ ગ્રામસભામાં દિવ્યાંગને માર (Clash in Gram Sabha of vakadi gram panchayat) માર્યો હતો.
આ પણ વાંચો આ ટોલ બુથ મારામારીને લઈને કુખ્યાત! ફરી એકવાર મારામારીને વિડીયો આવ્યો સામે
કાર્યવાહી થાય તેવી અપીલ આ અંગે ભોગ બનનારા વિજય મુંડવાડાએ જણાવ્યું હતું કે, 27 ડિસેમ્બરે અમારા ગામમાં ગ્રામસભા યોજવામાં આવી હતી, જેમાં ભાગ લેવા હું પહોંચ્યો હતો. ત્યાં જતાં જાણ સંખ્યા ઓછી હોવાથી મે જાહેરમાં પૂછ્યું હતું કે, આટલી જ સંખ્યામાં ગ્રામસભા ભરાય જ નહીં વધારે જોઈએ. ત્યારબાદ સરપંચના પિતા સબુર કટારાએ મારી પર હુમલો કર્યો હતો ને મને ઢોર માર માર્યો હતો. એટલે હવે તેમની પર કાયદાકીય કાર્યવાહી થાય એવી મારી (Clash in Gram Sabha of vakadi gram panchayat) અપીલ છે.