મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં હાલ કોરોના વાઈરસના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં મહીસાગર જિલ્લામાં આવેલા નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે, કેમ તે અંગે જિલ્લા કલેકટર આર.બી.બારડની સૂચનાને ધ્યાને લઇને જિલ્લામાં આવેલા ઔદ્યોગિક, વાણિજ્યિક અને ખાણના 138 એકમોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં આવેલા 138 જેટલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં કોવિડ-19ના નિયમોનું (SOP) પાલન થાય છે કે કેમ જેમાં સોશ્યિલ ડિસ્ટનીંગ જાળવીને પ્રવેશ અપાય છે, ઉદ્યોગના પ્રિમાઈસીઝને નિયમિત પણે સેનિટાઈઝ કરાય છે, એકમમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનીંગ કરાય છે, દરેક વ્યક્તિ માસ્ક પહેરે છે, કામના સ્થળ લીફ્ટ, સીડી વગેરે જગ્યા પર સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય છે, જમવાની જ્ગ્યાએ વધુ લોકો ભેગા ન થવા દેવા, જમવાનો બ્રેક એક સાથે ન આપતા વારા ફરતી થોડા થોડા વ્યક્તિઓને બ્રેક આપવો, પ્રાથમિક મેડીકલ સારવારની ઉપલબ્ધિ છે કે કેમ જેવા કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તે અંગે આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.