એક તરફ જીલ્લામાં BSNLની 4G સેવા ચાલુ કરી રહી છે, ત્યારે છેલ્લા ચાર દિવસથી બાલાસિનોરની BSNLકચેરીમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇન્ટરનેટની સેવાઠપ થઈ છે, જેના કારણે પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તેમજ બાલાસીનોરની અન્ય સંસ્થાઓમાં ઇન્ટરનેટ બંધ થતાં ઓફિસોના કામો અટવાઈ પડ્યા છે.
છેલ્લા ચાર દિવસથી ઇન્ટરનેટ બંધ રહેતા પાસપોર્ટના કામો, ઓનલાઈન અરજીઓ, 7/12, આવકનો દાખલો, ઈ-ધરાના કામોના પેન્ડીંગ વધ્યા છે. અને આ સંદર્ભે જરૂરી કામે આવતા લોકોના કામો ન થતાં લોકોને પાછા જવું પડે છે. જેમાં ગામડામાંથી ભાડુ ખર્ચીને આવતા લોકોને કામ થયા વગર પાછા જવું પડે છે, જેથી લોકોમાં નારાજગી વ્યાપી છે. ભારતીય સંચાર નિગમ લિમિટેડ બાલાસિનોરની કચેરીમાં આ બાબતે સંપર્ક કરતાં અધિકારીએ જણાવ્યુ હતું કે, UTIનો પોર્ટ બળી જવાના કારણે હાલમાં ઇન્ટરનેટ બંધ થઈ છે. જેને હવે બદલી નાખતા રાબેતા મુજબ ચાલુ થશે.