લુણાવાડાઃ કોરોનાના સંકટ વચ્ચે બાલાસિનોર સહયોગ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા PM, CM રાહત ફંડમાં 50,000નો ચેક અર્પણ કરી દાન કરવામાં આવ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારી સામે દેશના પ્રત્યેક નાગરિકોને આ મહામારીના સમયમાં બચાવવા માટે સરકાર કટિબદ્ધ છે. તેવા સમયે ભારત વર્ષના નાગરિકોને કોરોના વાઈરસથી મુક્ત કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપાડેલા મહાયજ્ઞમાં સરકાર સાથે પ્રત્યેક ગુજરાતીઓ પણ જોડાયેલ છે. જેના પરિણામે આ સેવાકીય મહાયજ્ઞ સાચા અર્થમાં સેવાની સરવાણીનું જન આંદોલન બન્યું છે.
કોરોના વાઇરસથી ગુજરાત સહિત દેશ મુક્ત બને તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને અનેક સામાજિક સંસ્થાઓ આર્થિક રીતે સહભાગી બની દાનની સરવાણી વહાવી રહ્યાં છે. કોરોના આફતમાંથી ગુજરાત સાથે દેશના નાગરિકોને બહાર લાવવા રાજ્ય સરકારના કાર્યોમાં અનેક મંડળો સહભાગી બન્યાં છે. આવી પરિસ્થિતિમાં સંવેદનશીલ સરકારના પ્રજાલક્ષી અભિગમની સાથે હાલની પરિસ્થિતિમાં સુધારો લાવવા અનેકવિધ પ્રયાસોને કરવામાં આવી રહ્યાં છે.
સરકારને સહયોગ આપવા બાલાસિનોર નગરની સહયોગ કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા રૂા.25,000નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં બાલાસિનોર મામલતદારને સહયોગ કો.ઓ.સોસાયટીના ચેરમેન મનોજભાઈ.એમ.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર પરસોત્તમભાઇ શર્મા, મેનેજર સંજયભાઈ પટેલએ અર્પણ કર્યો હતો.
આ ઉપરાંત સહયોગ કો.ઓ.ક્રેડીટ સોસાયટી દ્વારા પ્રધાનમંત્રી કેર ફંડમાં રૂા.25,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બાલાસિનોર શાખામાં જમા કર્યા છે. આમ સહયોગ કો.ઓ.ક્રેડીટ સોસાયટી બાલાસિનોર દ્વારા રૂપિયા 50,000 કોરોના આફત સામે લડવા સરકારને આપી રાજ્ય અને રાષ્ટ્ર પર આવેલ આફત આવી છે. બાલાસિનોર સંસ્થાએ યથાશક્તિ આર્થિક રીતે સહયોગી બની સરકારની પડખે ઊભી રહી સેવાની સરવાણી વહાવી છે.