- કોરોનાની મહામારીને ધ્યાને રાખીને મહીસાગર જિલ્લામાં બાળકોને ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઓનલાઈન ફોર્મ ભરાયા
- RTE હેઠળ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 448 બાળકોની પસંદગી કરાઇ
- મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બાળકોને તેમની પસંદગીની શાળાઓ ફાળવવામાં આવી
મહીસાગર: રાજ્ય સરકાર દ્વારા બાળકોને વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણ અધિકાર હેઠળ ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.
તદ્દનુસાર મહિસાગર જિલ્લામાં ખાનગી શાળામાં 25 ટકા વંચિત અને નબળા જૂથના બાળકો માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કક્ષાએ મંજૂર થયેલા 632 ફોર્મ પૈકી 448 બાળકોને તેમની પસંદગીની શાળામાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જે બાળકોને તેમની પસંદગીની શાળાઓ ફાળવી દેવામાં આવી છે. તેમના વાલીઓને આગામી તારીખ 18 સપ્ટેમ્બર સુધીમાં આ બાળકોના પ્રવેશ નક્કી કરી લેવા પણ જણાવ્યું છે.