લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, અને ગુજરાતનીમુખ્ય બે પાર્ટીઓ ભાજપ અને કોગ્રેસ દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપેભાજપ દ્વારા ગુજરાતની ત્રણ લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પંચમહાલ લોકસભા બેઠક માટે મહીસાગર જિલ્લા લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતન સિંહ રાઠોડને ટિકિટ આપતા જિલ્લા યુવા ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં લુણાવાડા શહેરના ચોકડી વિસ્તારમાં એકત્રિત થયા હતા.
જ્યાં લોકસભાના ઉમેદવાર રતન સિંહ રાઠોડનીઉપસ્થિતિમાં ભાજપ યુવા મોરચાના કાર્યકારી દ્વારા ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી રતન સિંહ રાઠોડને જંગી બહુમતીથી જીતાડી લાવાની ખાતરી આપી હતી.