લુણાવાડાઃ ચીનમાં કરોના વાયરસની શરૂઆત થઈ અને ધીમે ધીમે દેશમાં કોરોના વાયરસનો પગપેસારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસનો પગપેસારો ગુજરાતમાં ન થાય તે માટે ગુજરાત સરકાર સચેત છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ દરેક પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. જેની અગમચેતીના પગલાં લેવા જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ અંગે જનજાગૃતિ લાવવા અને સાવચેતીના પગલાં ભરવા મહીસાગર જિલ્લાના કલેકટર આર.બી.બારડની ઉપસ્થિતમાં વિવિધ ધર્મના ધર્મ ગુરુઓ, સમાજના અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંગઠનના પ્રમુખો સાથે બેઠક યોજાઈ હતી.
મહીસાગરમાં કોરોના વાયરસ અંગે જનજાગૃતિ લાવવા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ - cororna awarness
મહીસાગર જિલ્લામાં કોરોના વાઈરસની અસર થાય નહીં અને તે માટે અગમચેતીના પગલાં લેવા માટે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ અંગે જનજાગૃતિ લાવવા અને સાવચેતીના પગલાં લેવા વિવિધ ધર્મના ધર્મ ગુરુઓ, સમાજના અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંગઠનના પ્રમુખો સાથે બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા હતા.