પ્રાસંગિક ઉદ્દબોધનમાં ધારાસભ્યએ વિવિધ કલાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં સરકારનો અભિગમ બાળકોમાં તેમજ વિવિધ વયજૂથના કલાકારોમાં રહેલા કલા કૌશલ્યને નિખારવા તાલુકા, જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષા સુધી કલા મહાકુંભના માધ્યમથી પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ સ્પર્ધામાં તાલુકાની 20 જેટલી શાળાઓના વિવિધ વયજૂથમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓ વકતૃત્વ, નિબંધ, ચિત્રકામ, ગરબા,લોકગીત, ભજન, ભરત નાટ્યમ, તબલાં, હાર્મોનિયમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, સમૂહગીત વગેરેમાં તેમની પ્રતિભાને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરી હતી.
આ કલા મહાકુંભ સ્પર્ધામાં શાળાના ટ્રસ્ટી જનકભાઈ પાઠક, યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન વસૈયા, તાલુકા કન્વીનર સંદીપ પટેલ, તાલુકાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો કલા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.