ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા, 16 દર્દીઓએ આપી કોરોનાને માત - Mahisagar Korona News

કોરોનાનો કહેર દિવસેને દિવસે સતત વધી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં નવા 4 કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના 323 પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે 213 દર્દીઓ સ્વસ્થ થયા છે.

 મહીસાગરમાં નવા 4 કેસ નોધાયા, 16 દર્દીઓએ આપી કોરોનાને માત

author img

By

Published : Jul 26, 2020, 11:38 PM IST

મહીસાગરઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં રવિવારના રોજ 4 કોરોનાના નવા કેસ નોંધાયા છે. રવિવારના રોજ આવેલા નવા કેસમાંથી બાલાસિનોરમાં-2 તેમજ લુણાવાડામાં-2 કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના (COVID 19)ના 323 કેસ પોઝિટિવ નોધાયા છે, તો જિલ્લા માટે સારા સમાચારએ પણ છે કે જિલ્લામાં 16 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો અત્યાર સુધીમાં કુલ 213 દર્દીઓ સ્વસ્થ થયા છે.

 મહીસાગરમાં નવા 4 કેસ નોધાયા, 16 દર્દીઓએ આપી કોરોનાને માત
મહીસાગરમાં નવા 4 કેસ નોધાયા, 16 દર્દીઓએ આપી કોરોનાને માત

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 20 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 7,917 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 423 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા, 16 દર્દીઓએ આપી કોરોનાને માત

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 39 દર્દી કે.એસ.પી હોસ્પિટલ બાલાસિનોર, તેમજ 51 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 80 દર્દીઓ સ્ટેબલ અને 9 દર્દીઓ ઓક્સિજન પર તેમજ 1 વેન્ટિલેટર પર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.