ETV Bharat / state

Kutch Year Ender 2021: કચ્છ શહેરમાં 2021માં ઘટેલી મહત્વની ઘટના માત્ર એક ક્લિકમાં... - લગ્નના 45 વર્ષ પછી બાળકનો જન્મ

કચ્છ (Kutch Year Ender 2021) શહેરમાં 2021માં ઘટેલી મહત્વની ઘટના (Important event 2021) પર એક નજર નાંખીએ તો કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પરથી 21,000 કરોડનું હેરોઈન ઝડપાયું હતું. મહિલા પાઈલટ આરોહી પંડિતે 89 વર્ષ જૂની ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન કરી GPS વગર ભુજથી મુંબઈની ઉડાન ભરવાથી લઈને માંડવી બંદરે 4 કરોડના ખર્ચે દીવાદાંડીનું નિર્માણ કરવા સુધીની ઘટના...

Kutch Year Ender 2021
Kutch Year Ender 2021
author img

By

Published : Dec 27, 2021, 10:08 AM IST

Updated : Dec 28, 2021, 9:13 AM IST

1)મહિલા પાઈલટ આરોહી પંડિતે 89 વર્ષ જૂની ઐતિહાસિક ઘટનાનું કર્યું પુનરાવર્તન, GPS વગર ભુજથી મુંબઈની ઉડાન ભરી

લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ સાથે એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિતે ઐતિહાસિક ઉડાનનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ 1932માં જે.આર.ડી તાતાએ ઉડાવેલી ભારતની કોમર્શિયલ ઉડાનની ઘટનાનું આજે ભુજથી મુંબઈ વચ્ચે ફ્લાઈટ ઉડાવીને આરોહી પંડિતે તેનું પુનરાવર્તન (Important event 2021) કર્યું હતું.

મહિલા પાઈલટ આરોહી પંડિતે 89 વર્ષ જૂની ઐતિહાસિક ઘટનાનું કર્યું પુનરાવર્તન, GPS વગર ભુજથી મુંબઈની ઉડાન ભરી

2)કચ્છના મોરા ગામમાં નિઃસંતાન 70 વર્ષનાં મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું કચ્છમાં. જિલ્લામાં રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામમાં રહેતા એક દંપતીના ઘરે 45 વર્ષ પછી બાળકનો જન્મ થયો છે. અહીં મોટી ઉંમરના નિરક્ષર દંપતીના ઘરે લગ્નના 45 વર્ષ પછી બાળકનો જન્મ થતા બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. વૈજ્ઞાનિક ટેકનોલોજીથી 70 વર્ષના મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારે રબારી સમાજમાં પણ ખુશી વ્યાપી ગઈ હતી

મોરા ગામમાં નિઃસંતાન 70 વર્ષનાં મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

3) કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પરથી 21,000 કરોડનું હેરોઈન ઝડપાયું

મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડમાં 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન (21,000 Crore Heroin) પ્રકરણમાં અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તથા આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યાર બાદ આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો તપાસમાં NIA દ્વારા 8 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

મુન્દ્રા અદાણી પોર્ટ પરથી 21,000 કરોડનું હેરોઈન ઝડપાયું

4)કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો

કચ્છ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ગાંધીધામ યુનિટમાં તૈનાત કાશ્મીરી જવાન જાસૂસી કરતા ઝડપાયો હતો. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદ સજ્જાદની દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી તથા ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં પહોંચાડવાના મામલે ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ગાંધીધામના સીમા સુરક્ષા દળ (BSF)ની 74 નંબરની બટાલિયનના કોન્સ્ટેબલ સજ્જાદને નોકરીમાંથી ડિસમિસ કરી દેવાયો છે.

કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો
કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો

5)કચ્છમાં બાઈક પૂરજોશમાં ન ચલાવવા બાબતે જૂથ અથડામણ

કચ્છમાં નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગઈકાલે રાત્રે ગામની શેરીમાં 2 જૂથ વચ્ચે અથડામણ (Fights between two groups) થઈ હતી. ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાંથી બાઈક ચલાવવાના મુદ્દે બંને જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો અન્ય જૂથના યુવકે બાઈક ચલાવતા યુવકને ઠપકો આપતા વાત વણસી હતી. ત્યારે ઉશ્કેરાયેલા આ યુવકે કુલ્હાડીથી હુમલો (Attack) કર્યો હતો.ત્યાર બાદ ગામમાં ઠેર ઠેર આગ ચાંપવામાં પણ આવી હતી. પીડિતને ભુજની હોસ્પિટલમાં (Bhuj General Hospital) દાખલ કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળે આવીને જૂથ અથડામણને કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ કચ્છના એસ.પી.એ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

કચ્છમાં બાઈક પૂરજોશમાં ન ચલાવવા બાબતે જૂથ અથડામણ

6)દુશ્મન દેશોના દાંત ખાટા કરવા ભારતની સુરક્ષા એજન્સીઓ સક્ષમ, સાગર શકિત એક્સરસાઇઝનું પ્રદર્શન

સરહદી જિલ્લો કચ્છ કે જ્યાં સુરક્ષાની તમામ પાંખો (Defense agencies of India) દેશની રક્ષા કરે છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટ રક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે. આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝ (sagar shakti exercise 2021)માં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે, તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દુશ્મન દેશોના દાંત ખાટા કરવા ભારતની સુરક્ષા એજન્સીઓ સક્ષમ, સાગર શકિત એક્સરસાઇઝનું પ્રદર્શન

7)સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની કમલમ ફ્રૂટ વડે તુલા કરાઈ હતી, પરંતુ બોક્સ ખૂલતાં નીકળ્યા કેળા

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party)સ્નેહમિલન કાર્યક્રમમાં ભુજની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Minister Bhupendra Patel) કરવામાં આવેલી તુલામાં કમલમ ફ્રૂટની પેટીઓમાં કેળા(Bananas in boxes) નીકળતાં આશ્ચર્ય સાથે અચરજ ફેલાયું હતું. આ બાબત સોશિયલ મીડિયાના મારફતે બહાર પ્રસરી હતી.

સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની કમલમ ફ્રૂટ વડે તુલા કરાઈ હતી, પરંતુ બોક્સ ખૂલતાં નીકળ્યા કેળા

8)મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરમાં પ્રવેશ બાબતે દલિત પરિવાર ૫૨ હુમલો

અત્યારે એવું કહેવાય છે કે, દેશમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિને એકસમાન ગણવામાં આવે છે. ન કોઈ જાતિનો ભેદભાવ અને ન તો કોઈ વ્યક્તિને અન્યાય થાય છે. તેવામાં કચ્છમાં આજે પણ દલિત સમાજના લોકો પર હુમલો થઈ રહ્યો છે. કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિત સમાજના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલો જૂની અદાવતમાં કરવામાં આવ્યો હતો. ત્યારે દલિત સમાજ અને અન્ય સમાજના લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ પોલિસે આરોપીઓ સામે અલગ-અલગ ફરિયાદો નોંધી આરોપીઓને પકડવામાં આવ્યા હતા.

મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરમાં પ્રવેશ બાબતે દલિત પરિવાર ૫૨ હુમલો

9)ઐતિહાસિક ક્ષણ: 350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરાઇ, માતાજીએ આપ્યા પરચા

કચ્છનાં માતાના મઢે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દીને પતરી વિધિ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે 350 વર્ષમાં પ્રથમ વાર કોઈ મહિલા દ્વારા આ પતરી વિધિ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવી દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી. રાજ પરિવારના પ્રતિનિધીએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા.

ઐતિહાસિક ક્ષણ: 350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરાઇ, માતાજીએ આપ્યા પરચા

10)માંડવી બંદરે 4 કરોડના ખર્ચે દીવાદાંડીનું નિર્માણ કરવામાં આવ્યું

કેન્દ્ર સરકારના લાઇટ હાઉસીસ અને લાઇટ શિપ્સ વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં અનેક સુરક્ષાના અને વિકાસના કામો કરવામાં આવે છે જે અન્વયે રૂ.4 કરોડના ખર્ચે માંડવીથી નજીક આવેલા રાવળપીર મંદીર તીર્થસ્થાન નજીક 31 મીટર ઉંચા તેમજ અદ્યતન તકનીક સાથેના લાઇટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દરિયાઇ માર્ગે પ્રકાશ પાડીને જહાજોનું માર્ગદર્શન કરશે. જેનું કેન્દ્રિય જહાજ, બંદર અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

માંડવી બંદરે 4 કરોડના ખર્ચે દીવાદાંડીનું નિર્માણ કરવામાં આવ્યું

11)કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડની કિંમતનો 77 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કચ્છના જખૌ બંદરથી 35 માઈલ દૂર દરિયાઈ સીમમાંથી 400 કરોડના 77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાની લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ ડ્રગ્સ ભારતમાં ઘુસાવવા મુદ્દે સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે અને આ ડ્રગ્સનો જથ્થો કચ્છના દરિયાકાંઠે જ ડિલિવીર કરવાનું હતું તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.આ જથ્થો પંજાબ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે તેમજ કચ્છ કાંઠે રીસીવર કોડ તરીકે હરિ હરિ નો પાસવર્ડ રાખવામાં આવ્યો હતો.

કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડની કિંમતનો 77 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા

Last Updated : Dec 28, 2021, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.