- ETV BHARAT પહોંચ્યું ગ્રાઉન્ડ લેવલે
- કોરોનાકાળમાં જરુરી વસ્તુઓની આપૂર્તિની કરી પડતાલ
- કચ્છમાં ગેસ એજન્સીઓની મુલાકાત લઇ જાણી સાચી સ્થિતિ
કચ્છઃ એક બાજુ એલપીજી ભાવમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. બીજી તરફ આ સપ્લાય ચેઇનમાં કોઈપણ અવરોધ કોરોનાને લઈને આવી રહ્યો છે કે નહીં તે ચકાસવા ETV BHARAT પહોંચ્યું ગ્રાઉન્ડ લેવલે. જેમાં ખોટ કરીને પણ ડિલિવરી કરતી એજન્સીઓ કાર્યરત જોવા મળી હતી. ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં એજન્સીઓ ખોટમાં ધંધો કરી રહી છે. વપરાશ ઓછો હોવાને કારણે હાલમાં ખોટ કહીને પણ ડિલિવરી આપવામાં આવી રહી છે. ડિલિવરી વખતે ખાસ તકેદારી રખાઈ રહી છે કોરોનાની બીજી લહેરની અસર સમગ્ર ભારતમાં વર્તાઈ રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે કોરોનાની બીજી લહેરે એલપીજી ગેસના ધંધા પર પણ અસર કરી છે. ત્યારે એલપીજી ગેસના સિલિન્ડરની ડિલિવરી વખતે ખાસ ચોકસાઈ પણ રાખવામાં આવી રહી છે. કોરોનાની ગાઈડલાઇનનું ચોક્કસપણે પાલન હાલ જ્યારે કોરોનાની ગાઈડલાઇન નું પાલન કરવું અનિવાર્ય બની રહ્યું છે ત્યારે એલપીજી ગેસના સિલિન્ડરની ડિલિવરી કરતા ડીલીવરી બોય પણ ચોક્કસપણે ગાઈડલાઇનનું પાલન કરી રહ્યાં છે અને માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ વાપીમાં HP સિલિન્ડરમાં ઓછો ગેસ નીકળતા ગ્રાહકોએ પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી
પ્રથમ લહેરથી જ પૂરતી તકેદારી રાખવામાં આવી
ગેસની ડિલિવરી કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોર ડિલિવરીને લીધે સંક્રમણનો ભય રહેતો હોય છે. ખાસ કરીને ડોર ટુ ડોર એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતી વખતે ડિલિવરી બોય લોકોના સંપર્કમાં વધારે આવતાં હોય છે. ત્યારે સંક્રમણ ફેલાવાનો ભય વધારે રહેતો હોય છે. ત્યારે જો યોગ્ય સાવચેતી રાખવામાં ના આવે તો મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થઈ શકે છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ ડિલિવરી બોય કોરોનાથી સંક્રમિત થયા નથી કારણકે પ્રથમ લહેરથી જ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. સ્ટાફના અભાવે ડિલિવરીમાં ક્યારેક વિલંબ જોવા મળ્યો હતો. સંકમણના ભયના પગલે તથા ડિલિવરી કરતા સ્ટાફના પરિવારોમાં કોઈ હોસ્પિટલમાં દાખલ થયું હોય કે પરિવારજનોમાં કોઈ સંક્રમિત હોય ત્યારે ગેસનો પૂરતો જથ્થો હોવા છતાં પણ ક્યારેક ડિલિવરીમાં વિલંબ થતો હોય છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ધારાસભ્યના પુત્ર હિરેન સુખડીયાની ગેસ એજન્સીને બંધ કરવા શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત
ગેસની ડિલિવરી કરતા લોકોનું રસીકરણ
એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતાં તમામ 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી છે. જ્યારે અન્ય સ્ટાફના લોકોને ફ્રન્ટલાઈન વર્કર તરીકે રસીકરણ કરવામાં આવ્યું છે.ETV BHARAT સાથે વાતચીત કરતા સોનલ ગેસ એજન્સીના માલિક કમલ ગઢવીએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરે એલપીજી ગેસના ધંધા પર પણ અસર કરી છે.એજન્સી દ્વારા પહેલેથી જ તકેદારી રાખીને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને આ તકેદારી રાખવાના લીધે જ અત્યાર સુધી કોઈ ડિલિવરી બોય સંક્રમિત થયો નથી.