ETV Bharat / state

પશ્ચિમ કચ્છ LCBએ સમાઘોઘા ખાતેથી 5 જુગારીઓને ઝડપ્યા - West Kutch LCB

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામથી પશ્ચિમ કચ્છ LCBએ જુગાર રમતા પાંચ લોકોને 25,000ની રોકડ સાથે ઝડપી પાડયા હતા.

5 જુગારીઓને ઝડપ્યા
5 જુગારીઓને ઝડપ્યા
author img

By

Published : Jun 10, 2021, 9:48 AM IST

  • LCBએ જુદા-જુદા 5 દરોડામાં કુલ 48 જુગારીઓ ઝડપાયા
  • જિંદાલ કંપનીના ગેટ નંબર-2 પાસે દરોડા પાડીને 5 શખ્સોને ઝડપ્યા
  • આરોપીઓ પાસેથી કુલ 30,600નો મુદ્દામાલ જપ્ત કર્યો

કચ્છ : જિલ્લામાં પોલીસ તથા LCBના જુદા-જુદા 5 દરોડામાં કુલ 48 જુગારીઓ ઝડપાયા હતા. જેમાં 7 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

LCBએ રેડ કરી 5 શખ્સોને ઝડપી લીધા

પશ્ચિમ કચ્છ LCBને બાતમી મળી હતી કે, મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે આવેલી જિંદાલ કંપનીના ગેટ નંબર-2 પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં અમુક શખ્સો ગોળ કુંડાળુ કરી જાહેરમા ગંજી પાના વડે તીન-પત્તીનો રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે આધારે LCBએ જગ્યાએ રેડ કરી 5 શખ્સોને ઝડપી લીધા હતાં.

આ પણ વાંચો : પશ્ચિમ કચ્છ LCBએ 3 મહિલા સહિત કુલ 9 લોકોને જુગાર રમતા પકડ્યા

પકડાયેલ આરોપીઓ

  1. રાકેશ ત્રિભુવન બ્રાહ્મણ
  2. સુરેશકુમાર માંજી
  3. બ્રિજનંદન કુશવાહ
  4. પપુ વિશ્વકર્મા
  5. સોનુ રાજપૂત

આ પણ વાંચો : કચ્છ LCB નો દરોડો, 17 જુગારી ઝડપાયા

LCBએ કુલ રૂપિયા 30,600નો મુદ્દામાલ કબ્જે કર્યો

LCBએ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 25,100 અને 5 મોબાઇલ કિંમત રૂપિયા 5,500 મળીને કુલ 30,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.