- કચ્છ LCBને બાતમીના આધારે દરોડા પાડ્યા
- જુગાર રમતા 3 મહિલા સહિત કુલ 9 લોકોને ઝડપી પાડ્યા
- આરોપીઓ પાસેથી 24,690નો મુદ્દામાલ કબ્જે કર્યો
કચ્છ : પશ્ચિમ કચ્છ LCBને બાતમી મળી હતી કે, ભુજના જિલ્લાની નગરમાં રહેતા ઓસ્માણ ઇબ્રાહીમ શેખના ઘરની બહાર પુરૂષ તથા સ્ત્રીઓ ભેગા થઇ ખુલ્લામાં ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમે છે. તેથી પશ્ચિમ કચ્છ LCBએ બાતમી વાળી જગ્યાએ રેડ કરીને આરોપીઓને ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો : કચ્છ LCB નો દરોડો, 17 જુગારી ઝડપાયા
પકડાયેલા આરોપીઓ
- ઓસ્માણ ઇબ્રાહીમ શેખ
- અનવર દાઉદ શેખ
- અનીશ ઓસ્માણ શેખ
- ઓસ્માણગની મામદ મીસ્ત્રી
- ઇકબાલ મામદ ખત્રી
- રશીદ ઇબ્રાહીમ શેખ
- આયશુ ઓસ્માણ શેખ
- રઝીયા શેખ
- સકીના અનવર શેખ
કુલ 24,690ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો
પશ્ચિમ કચ્છ LCBએ આરોપીઓ પાસેથી રોકડ રકમ 15,390 તથા 6 મોબાઇલ કિંમત 9,300 સહિત 24,690ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો : જૂનાગઢમાં પોલીસના જુગારધામ દરોડા, 6 પત્તા પ્રેમી ઝડપાયા
જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો
આરોપીઓ વિરૂદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.