ETV Bharat / state

Vocal For Local: રાપરના યુવાને ભંગારને કંચનમાં ફેરવી બેટરીથી ચાલતી 58 ઇંચની ગાડી બનાવી

કચ્છમાં રાપરના યુવાને (Rapar area of Kutch) રાતદિવસ એક કરીને બેટરીથી ચાલતી ગાડી બનાવી છે. 19 વર્ષીય શ્રેયએ 2 માસની મહેનત પછી બેટરીથી ચાલતી ટૂ સીટર 58 ઈંચની ગાડી ભંગારમાંથી બેટરી સંચાલિત ફોર વ્હીલર ગાડી જીપ બનાવી છે. આ યુવાને ગાડી બનાવવા માટે ભંગારના વાડાઓમાં ફરી ફરી લોખંડની વસ્તુઓ એકઠી (Vocal For Local) કરી હતી.

Vocal For Local: રાપરના યુવાને ભંગારને કંચનમાં ફેરવી બેટરીથી ચાલતી 58 ઇંચની ગાડી બનાવી
Vocal For Local: રાપરના યુવાને ભંગારને કંચનમાં ફેરવી બેટરીથી ચાલતી 58 ઇંચની ગાડી બનાવી
author img

By

Published : Mar 8, 2022, 1:50 PM IST

કચ્છઃ રાપરના યુવાને ઇચ્છાશક્તિથી રાત દિવસ મહેનત કરી બેટરીથી ચાલતી ગાડી(Build a battery powered car)બનાવી. આપણા ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને ઘટમાં ઘોડાનો થનગનાટ એવી યુવાની કાંઇક પોતાના મનને ઉત્તમ કાર્યમાં પરોવે તો એ ઘણું કરી શકે, પોતાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે કાંઈક નિર્માણ થાય તો એનો ભીતરનો આનંદ અદકેરો હોય છે. આવું જ કાર્ય રાપરના 19 વર્ષીય શ્રેય રમેશભાઈ ઓઝાએ છેલ્લા બે માસની મહેનત બાદ કરી બતાવ્યું છે.

58 ઇંચની ગાડી બનાવી

સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા શબ્દો કાને પડતાં

ગયા વર્ષે ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂરી થઈ અને સપ્ટેમ્બર 2021માં નીટની પરીક્ષા આપી ત્યાર બાદ કોરોનાના કારણે એડમીશન બંધ હતા. ત્યારે નવરાશના સમયમાં ફરી નવું કરવાની ઈચ્છા થઈ અને વોકલ ટુ લોકલ(Vocal For Local), સ્ટાર્ટઅપ ઇન્ડિયા (Startup India)જેવા શબ્દો કાને પડતાં હતાં ત્યારે શ્રેયને થયું કંઈક કરૂ અને નક્કી કર્યું ઓછા વજનવાળી નાનકડી ગાડી બનાવવાનું અને એ પણ ભંગારમાંથી.

ટુ સીટર 58 ઇંચની ગાડી બનાવી

MBBSમાં પ્રવેશ મેળવનારા રાપર કચ્છના 19 વર્ષીય તરુણ શ્રેયને કંઈક વિશેષ કરી છૂટવાની તમન્ના હતી. સ્થાનિક ભંગારવાડામાંથી પુરાણી ચીજ વસ્તુઓ ભેગી કરી દિવસ રાત મહેનત કરી અને તેની આ ધગશને માતા ભાનુબહેન તથા પિતા ડૉ. રમેશ ઓઝા સતત પ્રોત્સાહન આપવા લાગ્યા રાપરના ભંગારના વાડાઓમાં ફરી ફરી લોખંડની વસ્તુઓ અને અન્ય સામગ્રી એકઠી કરી ગાડી બનાવવાનું કાર્ય શરૂ કરી દીધું.

ભંગારમાંથી બેટરી સંચાલિત ફોર વ્હીલર ગાડી બનાવી

વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યુ હતુ અને કોલેજ અને શાળાઓ બંધ થઈ ગયા ત્યારે પોતાના ઘરે 19 વર્ષીય શ્રેય રમેશ ઓઝાએ છેલ્લા બે માસની મહેનત બાદ ઘરના વિશાળ ધાબા પર બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી ભંગારમાંથી(Battery powered 58 inch car )બેટરી સંચાલિત ફોર વ્હીલર ગાડી જીપી બનાવી છે.

આ પણ વાંચોઃ આંધ્ર પ્રદેશના રિસર્ચરે બનાવી 150 કિલો વજનનું વહન કરતી ઇ-સાઇકલ

જૂની પુરાણી ચીજ વસ્તુઓ ભેગી કરી બનાવી ગાડી

પોતાના ઘરે શ્રેયએ વિશાળ ધાબા પર નિર્માણ પામેલી બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી બનાવી છે. MBBSમાં પ્રવેશ મેળવનારા શ્રેયને કાંઈક વિશેષ કરી છૂટવાની ભરપૂર તમન્ના હતી. ભંગારના વાડામાંથી જૂની પુરાણી ચીજ વસ્તુઓ ભેગી કરી રાત દિવસ મહેનત કરી હતી જેની આ ધગશને માતા ભાનુબહેન તથા પિતા ડૉ. રમેશ ઓઝાએ સતત પ્રોત્સાહન આપવા લાગ્યા રાપરના ભંગારના વાડાઓમાં ફરી ફરી લોખંડની વસ્તુઓ અને અન્ય સામગ્રી એકઠી કરી આ કાર્ય શરૂ કરી દીધું. ઘડિયાળના કાંટાઓને ગણકાર્યા વગર ખાવાનું પણ ભાન ભૂલી એક જ ધુન પર તેણે આ કામ કર્યું.

ગાડીમાં અનેક ફીચર્સ

આ ગાડી જીપીમાં શરૂ શરૂમાં જુની બાઇકના જૂના ટાયર લગાવ્યા પણ મન ન માન્યું, પણ પછી જુની કારના સ્ટીયરિંગ અને વ્હીલ નાખ્યા, તો અન્ય વાહનનું ડીફ્રેશન નાખ્યું. આ નિર્માણ પાછળ પોતાનું દસ કિલો વજન ઓછું થયું. આ પાંચ ફૂટથી નાની ચોરસ ગાડીમાં બધી જ વસ્તુઓ વેસ્ટ. અંદર સ્પીડ મીટર, નાનો પંખો, વૂફર સાથે ટેપરેકોર્ડર, સાઈડ લાઇટ, ઈન્ડિકેટર, ચાવી વડે ઓન ઓફ, ઓઇલ બ્રેક, પગ વડે લીવર, હેડ લાઇટ, ફોગ લાઇટ, કેબિનમાં લાઇટ ડીફ્રેશનમાં મોટર લગાવી છે. 50થી 55 પ્રતિ કિલોમીટર ઝડપ, શરૂમાં 24 વોલ્ટની બેટરી લગાવી પણ પછી ફેરફાર કરી 48 વોલ્ટની બેટરી જેનું બેકઅપ 45 કિલોમીટર છે.

શ્રેયના માતા પિતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો

આ ગાડીમાં ટફન ગ્લાસ આગળ-પાછળ લગાવ્યા છે. બેટરી, મોટર અને વિવિધ અન્ય થોડીક વસ્તુઓ બજારમાંથી લીધી, મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. લિથિયમ આયર્ન બેટરીનું બેકઅપ ત્રણ ગણું છે પરંતુ એના ભાવ પણ વધુ હોય હાલે સિલિકોન જેલ બેટરી વડે કામ ચલાવ્યું છે. શ્રેયના પિતા રમેશ ઓઝા રાપર ખાતે હોસ્પિટલ ચલાવે છે. કોઈ દર્દીઓની પરિસ્થિતિ નબળી હોય તો આર્થિક રીતે મદદ કરે છે .મુળ દાંતા તાલુકાના હરીગઢ ગામના પ્રજાપતિ પરિવારના અને રાપરને પોતાની કર્મભૂમિ બનાવી 28 વર્ષથી રાપરમા હોસ્પિટલ ચલાવનાર રમેશભાઈએ પુત્ર અને પુત્રીને પણ મેડિકલ કોલેજમાં એડમિશન કરાવેલ છે.

સમગ્ર કચ્છમાં આ ગાડીના સંશોધનની ચર્ચા

બેટરી, મોટર અને વિવિધ અન્ય થોડીક વસ્તુઓ બજારમાંથી લીધી, મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. લિથિયમ આયર્ન બેટરીનું બેકઅપ ત્રણ ગણું છે પરંતુ એના ભાવ પણ વધુ હોય હાલે સિલિકોન જેલ બેટરી વડે કામ ચલાવ્યું છે આમ કહેવત છે કે મન હોય તો માળવે જવાય એ અનુસાર આજે એક ડોક્ટર માંથી સફળ એન્જિનિયર બની ગયા છે આમ ન માત્ર વાગડ વિસ્તાર પરંતુ સમગ્ર કચ્છમાં આ ગાડીના સંશોધન પર ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદની ગૃહિણીએ ગાડી પર કર્યું છાણનું લીંપણ, બનાવી દેસી-AC કાર...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.