કચ્છનું રણ એ સંસ્કૃતિ, સંસ્કારો, શિલ્પ-કળા અને પ્રકૃતિ સૌંદર્યનો અનોખો સંગમ છે. રણ ઉત્સવ એ આ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાતએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની જન્મ અને કર્મભૂમિ રહ્યું છે. આ ભૂમિ સાચા અર્થમાં તીર્થભૂમિ છે.
વેકૈંયા નાયડુએ સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ જેવા સ્મારકોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ગુજરાતની ધરા ઉપર આવેલા ઐતિહાસિક સ્મારકોએ સાચા અર્થમાં આઝાદીની લડતમાં સહભાગી બનેલા મહાનુભાવોના યોગદાનની પ્રતીતિ કરાવે છે. તેમજ પ્રવાસનના નક્શા ઉપર મૂકવા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અથાક પ્રયાસો કર્યા છે. જેની પ્રતીતિ મને આજે અહીં આવીને થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે કચ્છના રણને અડીને આવેલા સરહદ ઉપર ફરજ બજાવી રહેલા બીએસએફના જવાનોનો ઉલ્લેખ કરી, પ્રતિવર્ષ યોજાતા રણોત્સવના કાર્યક્રમમાં બીએસએફના જવાનોને પણ સહભાગી બનાવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છનું સફેદ રણ એ આજે દુનિયાનું પ્રવાસનનું અમૂલ્ય ઘરેણું બન્યું છે. ગુજરાત સરકારના પ્રવાસનને વેગ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આજે ગુજરાતની સંસ્કૃતિથી દેશ-દુનિયાના લોકો વાકેફ થયા છે. તેમણે વધુમાં હતું કે, કચ્છમાં પ્રતિવર્ષ યોજાતા રણોત્સવ એ આ વિસ્તારના વિકાસના દ્વાર ખોલ્યા છે. આ રણોત્સવમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે.
આ પ્રસંગે પ્રવાસન પ્રધાન જવાહરભાઈ ચાવડા, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયપ્રધાન વાસણભાઇ આહીર, પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્મા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના વહીવટી સંચાલક જેનુ દેવાન, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, રેન્જ આઈ.જી. સુભાષ ત્રિવેદી, જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તૌલંબિયા સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા.