ETV Bharat / state

નખત્રાણા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બેઠક માટે મહિલા ઉમેદવારનો અનોખો પ્રચાર - Local body election

કચ્છના નખત્રાણા વિસ્તારના મહિલા ઉમેદવાર દ્વારા ચૂંટણીનો અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો. મહિલાઓ પોતાના ટેકેદારો સાથે ઘંટડીઓ વગાડતા-વગાડતા દરેકના ઘેર જઈને મતદારોને જાગૃત કરવા પ્રચાર-પ્રસાર કરીને લોકોને આકર્ષિત કરી અને મત આપવા માટે અપીલ કરી હતી.

રબારી સમાજના મહિલા ઉમેદવાર દ્વારા ચૂંટણીનો અનોખો પ્રચાર

author img

By

Published : Feb 23, 2021, 12:35 PM IST

  • તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
  • ઉમેદવારો પ્રચાર-પ્રસાર કરવા માટે અલગ-અલગ રીત અપનાવી
  • ઘંટડીઓ વગાડી પ્રચાર કરી લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન

કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે ઉમેદવારો પોતાનો પ્રચાર-પ્રસાર કરવા માટે અલગ-અલગ રીત અપનાવતા હોય છે. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બેઠક માટે અહીં મહિલા ઉમેદવારો ઊભા રહ્યા છે.

પ્રચાર માટે અનોખી રીત અપનાવી

મહિલાઓ જ્યારે પ્રચાર કરવા માટે નીકળ્યા ત્યારે અનોખી રીત અપનાવી હતી. મહિલા ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઘંટડીઓ વગાડતા-વગાડતા દરેકના ઘેર જઈને મતદારોને જાગૃત કરવા માટે પ્રચાર-પ્રસાર કરીને લોકોને આકર્ષિત કરી અને મત આપવા માટે અપીલ કરી હતી. રબારી સમાજમાંથી જિલ્લા પંચાયત માટે મહિલાને આ પ્રથમ વખત ટિકિટ ફાળવવામાં આવી છે. તેના લીધે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મહિલા ઉમેદવાર દ્વારા ચૂંટણીનો અનોખો પ્રચાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.