- સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને વિવિધ સંસ્થાના સહયોગથી કરાઇ રહ્યું છે વિતરણ
- લોકોને ઉકાળા તેમજ શકિતવર્ધક ગોળીઓ લેવા કરાઇ અપીલ
- ગોળીના વિતરણનું હજારો લોકોએ લાભ લીધો
કચ્છ: સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી ભુજ શહેરના વિવિધ સ્થળે ઉકાળા વિતરણ તથા સંશમની વટી અને હોમિયોપેથી ગોળીનું વિતરણ એપ્રિલ-મે માસ દરમિયાન 8,850 લાભાર્થીઓને ઉકાળા 22,070 લાભાર્થીઓએ સંશમની વટી અને 10,000 લાભાર્થીઓને હોમિયોપેથી ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.
રોગપ્રતિકારક શકિતવર્ધક આયુર્વેદિક તેમજ હોમિયોપેથી ગોળીનું વિતરણ
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે દરરોજ સવારે રોગપ્રતિકારક શકિત વર્ધક લાઇવ ઉકાળા તૈયાર કરી પીવડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલના સમય દરમિયાન રોગપ્રતિકારક શકિત વર્ધક આયુર્વેદિક તેમજ હોમિયોપેથી ગોળીનું વિતરણ કરવામાં આવે છે. 1 એપ્રિલથી આજ દિન સુધી હોસ્પિટલમાં ઉકાળા, સંશમની વટી અને હોમિયોપેથી ગોળીના વિતરણનો લાભ વિવિધ લોકો લઈ રહ્યા છે.
આ પણ વાંચો: બોટાદમાં કોરોના સામે લડવા ઉકાળાનું વિતરણ કરાયું
વિવિધ સ્થળોએ કરાયું ઉકાળાનું વિતરણ
આ ઉકાળા તેમજ શકિતવર્ધક ગોળીઓનું વિતરણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા સાધના દ્વારા પ્રમુખસ્વામી નગર, RTO રીલોકેશન સાઈટ, સરકારી પોલિટેક્નિક કોલેજ સ્ટાફ, હરિપર પટેલવાસ, ન્યુ લોટ્સ કોલોની, વ્હાઈટ હાઉસ સ્કુલ, કેમ્પ એરિયા વિસ્તારમાં પુષ્કર્ણા બ્રાહ્મણ સંસ્થાન દ્વારા સમાજવાડી ખાતે, માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા, પોલીસ હેડ્ક્વાર્ટર અને સી કંપની બટાલિયન દ્વારા સ્ટાફમાં ઉકાળા, સંશમની વટી અને હોમિયોપેથી ગોળીનું વિતરણ કરાયુ હતું. આ કામગીરીમાં ડો. પાવન ગોર, ડો. વાસંતીબેન જાદવ, રેખાબેન સોરઠીયા, ક્રિષ્નાબેન ગોરનો સહયોગ મળેલો છે.
આ પણ વાંચો: ભુજ તાલુકાના ભુજોડી ગામે ઉકાળાનું વિતરણ
દર્દીઓને હર્બલ-ટી તેમજ ઘરગથ્થુ આયુર્વેદીક ઉકાળાની આપવામાં આવે છે સમજ
આયુષ મંત્રાલય ભારત સરકારની ગાઇડ લાઇન અનુસાર ગુજરાત સરકારનાં આયુષ વિભાગનાં નિયામક વૈદ્ય ભાવનાબેન પટેલની સુચનાથી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજનાં વૈદ્યમાર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા કોરોના વાઈરસની મહામારી સામે રક્ષણાત્મક સ્વરૂપે અને રોગ પ્રતિકારક શકિત વધે તે હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને હર્બલ-ટી તેમજ ઘરગથ્થુ આયુર્વેદિક ઉકાળાની સમજ આપવામાં આવે છે.
જાણો શું કહ્યું વૈદ્ય પંચકર્મના અધિકારીએ?
ઉકાળા દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જેથી કોરોના રોગ સામે રક્ષણ મેળવી શકાય છે અને જલ્દી રોગ લાગુ પડતો નથી અને લોકોએ ઘરે રહીને ઘરગથ્થુ ઉપચાર કરવા , હળદરવાળું દૂધ પીવું તથા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું. જેથી સંક્રમણ થતું અટકાવી શકાય અને બીજા મોટા રોગ થતાં બચાવી શકાય.