- CCTVમાં સમગ્ર ઘટના કેદ
- 5થી 6 જોડી બુટ અને 500 રૂપિયાની ચોરી
- રાત્રી કરફ્યૂનો લાભ લઈ તસ્કરે કરી ચોરી
કચ્છઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે ભુજમાં પણ રાત્રી કરફ્યૂ લગાવાયો છે, જેનો લાભ તસ્કરે ઉઠાવ્યો હતો. ફૂટવેરની દુકાનમાં રાત્રીના સમયે તાડા તોડીને તસ્કર ચોરી કરવા ઘૂસ્યો હતો. આ દરમિયાન એની નજર CCTV પર જતા CCTVને કપડા વડે ઢાંકીને ચોરી કરી હતી. ચોરે 5થી 6 જોડી બુટ અને રૂપિયા 500 રોકડની ચોરી કરી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
આ પણ વાંચોઃ કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા
ઘટના સ્થળ અને પોલીસ ચોકી વચ્ચે માટે 5 મિનિટનો જ રસ્તો
નોંધનીય છે કે, ચોરી થયેલા ઘટના સ્થળ અને નજીકની પોલીસ ચોકી વચ્ચે માટે 5 મિનિટનો જ રસ્તો છે, ત્યારે પોલીસ ઉપર પણ સવાલ ઊભો થયો હતો અને લોકોમાં રોષ ફેલાયો હતો. જો રાત્રી કરફ્યૂ લદાયો છે, તો આ ચોર વાણીયાવાડ વિસ્તારમાં ઘૂસ્યો કેવી રીત તે પણ સવાલ ઊભો થયો હતો.
આ પણ વાંચોઃ બે રીઢા ચોરોને ઝડપી પાડી લાખોનો મુદ્દમાલ કર્યો જપ્ત, ચોરોની 50 જેટલી ચોરીમાં છે સંડોવણી