ETV Bharat / state

કચ્છમાં લારી પર રોટલા વેચતા પિતાનો પુત્ર બન્યો સ્ટેટ ટેક્સ ઓફિસર - state tax officer In Kutch

કચ્છ જિલ્લાના ભુજમાં આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ પાસે 40 વર્ષથી એક સામાન્ય લારી પર બાજરાના રોટલા વેચતા નીતિનભાઇના પુત્રએ GPSCની પરીક્ષામાં 206મો રેન્ક મેળવી સ્ટેટ ટેક્સ ઓફિસર (STO) બન્યો છે. વિવેકે 25 વર્ષની ઉમરે વર્ગ-2 અધિકારી (Student from Kutch pass GPSC) બની શ્રમજીવી પરીવારનું નામ રોશન કર્યું છે.

state tax officer In Kutch
state tax officer In Kutch state tax officer In Kutch
author img

By

Published : Jan 7, 2022, 2:35 PM IST

કચ્છ: ભુજના હોસ્પિટલ રોડ પાસે આવેલી રામક્રૃષ્ણ કોલોનીમાં રહેતા 25 વર્ષીય વિવેકે રાજયભરમાં 206મો રેન્ક (Kutch Student pass GPSC Exam) મેળવ્યો છે. મુળ રાજસ્થાનના નીતીન યાદવ છેલ્લા ચાર દાયકાથી શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે બાજરાનો રોટલો અને મગનું શાક વેચવા માટે લારી લગાવે છે અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. નીતીનભાઇનો પુત્ર વિવેક યાદવ 25 વર્ષની ઉંમરે GPSCની પરીક્ષા આપી રાજયભરમાં 206મો રેન્ક (Kutch Student get 206 Rank in GPSC) મેળવ્યો છે.

કચ્છમાં લારી પર રોટલા વેચતા પિતાનો પુત્ર બન્યો સ્ટેટ ટેક્સ ઓફિસર

બાજરાના રોટલા વેચી જીવન નિર્વાહ કરતા પિતાનો પુત્ર સરકારી અધિકારી બન્યો

જે શ્રમજીવી પરીવારને કયારે ટેક્સ અંગે કોઇ માહિતી નથી, મોટો પુત્ર સામાન્ય નોકરી અને પિતા બાજરાના રોટલા વેચી જીવન નિર્વાહ કરે છે તે પરિવારનો પુત્ર સ્ટેટ ટેક્સ ઓફિસર બનતા પરિજનો અને સબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પિતાની હૈયાધારણા અને ભાઇના સપોર્ટથી વિવેક છેલ્લા બે વર્ષથી GPSCની તૈયારી કરતો હતો અને અંતે તે વર્ગ- 2 અધિકારી બન્યો છે. પરીક્ષાની તૈયારી શરૂ કરી તે પહેલા વિવેક એક વર્ષ કલાર્ક અને બે- ત્રણ મહિના મેડીકલ સ્ટોરમાં હેલ્પર તરીકે પણ નોકરી કરી ચૂક્યો છે.

મેડિકલમાં હેલ્પર અને કલાર્ક તરીકે નોકરી કર્યા બાદ GPSCની તૈયારી શરૂ કરી

વિવેકે ભુજમાં જ અભ્યાસની શરૂઆત કરી હતી. હોસ્પિટલ રોડ મધ્યે આવેલી ભુજ ઇંગ્લીશ સ્કુલમાં ધોરણ 1થી 11 સુધી અભ્યાસ કર્યો હતો. બાદમાં 12મું ધોરણ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી એક્સર્ટનલ કર્યું હતું. 2013થી 2017 સુધી કચ્છ યુનિવર્સિટી મધ્યે BAમાં એક્સર્ટનલ અભ્યાસ કર્યું હતું. બાદમાં યુવકે પરિવારને મદદ કરવા માટે બે- ત્રણ માસ મેડીકલમાં હેલ્પર તરીકે નોકરી કરી હતી, બાદમાં સરકારી કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરી હતી. તો એક વર્ષ મિલિટરી એન્જિનિયર સર્વિસમાં આઉટ સોર્સિંગ મારફતે કોન્ટ્રાકટ પર કલાર્ક તરીકે નોકરી કરી હતી. GPSCની તૈયારી કરવાની ઇચ્છા દર્શાવતા તેના મોટાભાઇ કરણે તેને નોકરી મૂકવાની સલાહ આપી હતી. 2019માં તમામ નોકરી મુકી તૈયારી શરૂ કરી અને તાજેતરમાં જ સફળતા મેળવી છે.

આગળનું લક્ષ્યાંક UPSCની પરીક્ષામાં પાસ થવું

GPSCની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા વિવેક યાદવે જણાવ્યું હતું કે, તેને હિમોફિલિયા રોગ છે, શરીરમાં લોહિની ઉણપ છે. 2015 અને 2016માં હિમોફિલિયા રોગને કારણે તેણે બેડરેસ્ટ લઇ એક્સર્ટનલ અભ્યાસ કર્યો હતો. પિતા અને પરિવારના સપોર્ટથી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે. GPSCની પરીક્ષામાં તેણે ગુજરાતમાં 206મું રેન્ક મેળવ્યું છે અને 1000માંથી 419.25 ગુણ મેળવ્યા છે અને હવે તેનું આગળનું લક્ષ્યાંક UPSCની પરીક્ષા પાસ કરવાનું છે.

પરિવારે મહાનુભાવોનું ઉદાહરણ આપી પ્રોત્સાહન પુરુ પાડ્યું

વિવેકના પિતા નીતિનભાઇએ જણાવ્યું હતું કે, અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે અમારો દીકરો સરકારી ઓફિસર બન્યો છે. આ તેની સખત મહેનતનું પરિણામ છે અને અન્ય માતા પિતાને પણ એ જ અપીલ છે કે આપનું બાળક જે ઈચ્છે છે તે તેને બનવા દો અને એની જે ખુશી છે એ જ આપણી ખુશી છે. વિવેકના મોટાભાઇ કરણ યાદવે જણાવ્યું હતું કે, અમે વિવેકને ખૂબ સપોર્ટ કર્યો છે. અનેક વાર તેને નિષ્ફળતા મળી છે છતાં પણ તેને મહાનુભાવો કે જેઓ પણ અનેક નિષ્ફળતા બાદ સફળ થયા છે તેમનું ઉદાહરણ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો: Corona cases in Gujarat: સંત સંમેલન બન્યું સુપર સ્પ્રેડર, ધર્માંચાર્ય કાર્યક્રમ બાદ 40થી વધુ લોકો કોરોના સંક્રમિત

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવી વિશેષ પૂજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.