ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થતાં ઉત્તરના વાયરા પણ ઠંડાગાર થઇને વાઈ રહ્યા છે. તેમજ સવારથી જ ટાઢોડાનાં અણસાર મળી ગયા હતા. હવામાને વિભાગે કચ્છમાં ફરી એકવાર લઘુતમ પારો 3 ડિગ્રી સુધી ગગડે તેવી આગાહી કરી હતી. મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી પવનમાં અને ઠંડીમાં હજુ પણ વધારો થશે. તેમ જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે.
ઠંડીનો વર્તારો આવો ને આવો જ રહ્યો તો આવનારા દિવસોમાં ઠંડી પોતાના ભૂતકાળના તમામ રેકર્ડ તોડી નાખે તો પણ નવાઇ નહીં. કાતિલ અને ડંખીલા ઠારે જન-જીવનને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. તેમજ ચોપગા પશુઓ પણ ઠંડીમાં થર-થર ધ્રૂજી રહ્યા છે.