ETV Bharat / state

કચ્છમાં બેકાબૂ કોરોનાના કેસો વચ્ચે અંતિમવિધિનો મોરચો RSSએ સંભાળ્યો - Government Book Statistics

કચ્છમાં ગુરુવારે સરકારી આંકડા મુજબ 81 પોઝિટિવ કેસો નોંધાયા છે અને વધુ 3 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ શહેરમાં તંત્ર દ્વારા યોગ્ય માહિતી ન આપતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. રાજ્યમાં વિવિધ સ્માશાનગૃહના ચિત્રો સામે આવી રહ્યા છે,તો કચ્છમાં તો ક્યાંક અન્ય જિલ્લા જેવી જ સ્થિતિ હોવાનો લોકોને ડર સતાવી રહ્યો છે. ભુજ અને સુખપરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત સેવા સાધનાએ ભુજ અને સુખપરમાં કોરોના સંક્રમિત થઇ મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કારનો મોરચો સંભાળ્યો છે. ભુજમાં 4 અને સુખપરમાં 1 મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમવિધિ કરાઇ હતી.

corona
કચ્છમાં બેકાબુ કોરોનાના કેસો વચ્ચે અંતિમવીધોનો મોરચો RSSએ સંભાળ્યો
author img

By

Published : Apr 16, 2021, 11:31 AM IST

Updated : Apr 16, 2021, 2:20 PM IST

  • રાજ્યના અન્ય શહેરો કરતા કચ્છની પરિસ્થિતિ સારી
  • સરકારી તંત્ર માહિતી છુપાવવાનો કરી રહ્યું છે પ્રયાસ
  • કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી

કચ્છ: જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા કેસોની જેવી માહિતી અને સંખ્યા સામે આવે છે તે પ્રમાણે લોકોમાં ચર્ચા થતી જોવા મળે છે કે કચ્છમાં આટલા કેસ જ કેમ? આટલા મૃત્યુ જ કેમ? કેમકે આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં તુંરત સાચી વાતો જે-તે વિસ્તારમાંથી સામે આવતી જાય છે અને જે લોકોને વધુ ડરાવે છે.

લોકો વધુ જાગૃત બની સ્વયંભૂ નિયમોના પાલન માટે આગ્રહી બને

હોસ્પિટલ સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ સ્માશાનગૃહમાં પણ વેઇટીંગ ચાલી રહ્યુ છે તેવામાં માત્ર 3 મોતના આંકડા સરકારી ચોપડે નોંધાયા છે. કચ્છ સહિત કચ્છના મુખ્ય મથક ભુજમાં સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલો ફુલ છે. આ મહામારીને પગલે રાજ્ય સરકારે પણ કડક નિર્ણય લેવા પડ્યા છે. કચ્છમાં લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે જરૂરી છે. જેનાથી લોકો જાગૃત બની સ્વયંભૂ નિયમોના પાલન માટેના આગ્રહી બનશે. જો કે માત્ર શહેરી વિસ્તાર નહી પરંતુ ગ્રામ્ય વિસ્તારના જાગૃત નાગરીકો પણ પોતાના વિસ્તારની સાચી માહિતીથી લોકોને વાકેફ કરી જાગૃત રહેવા સાથે ચેતવી રહ્યા છે.

કચ્છમાં બેકાબુ કોરોનાના કેસો વચ્ચે અંતિમવીધોનો મોરચો RSSએ સંભાળ્યો

આ પણ વાંચો : ભુજમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 12 વ્યક્તિઓ દ્વારા જાહેરનામાનો ભંગ, 9 વાહન ડિટેઇન

રાજ્યના અન્ય જિલ્લાના આંકડા કરતા કચ્છના આંકડા ખૂબ ઓછા

રાજ્યના અન્ય જિલ્લાના આંકડાઓ જોઇએ તો કચ્છમાં કેસોની સંખ્યા તેના કરતા ખુબ ઓછી છે અને વિસ્તારની દ્રષ્ટ્રીએ કચ્છ મોટો જીલ્લો હોવાથી ઝડપથી કોરોના ફેલાઇ રહ્યો નથી પરંતુ જે આંકડાઓ સરકારી ચોપડે નોંધાઇને સામે આવે છે તેના કરતા કચ્છમા ચિત્ર જુદુ જ છે. સામાજીક સંસ્થાઓ તંત્રની મદદે આવી છે ત્યારે સાચી સ્થિતીના વર્ણન સાથે કચ્છને કોરોનાની મહામારીમાંથી ઉગારવાની જવાબદારી હવે સૌની છે.

આ પણ વાંચો : મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન

RSS કરી રહ્યું છે દર્દીઓની અંતિમ વિધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ભુજ અને સુખપર સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં કોરોનાનું સ્વરૂપ હવે ડરામણું બની રહ્યું છે. કોરોનાથી મોતનો આંકડો વધતા સ્મશાનમાં અગ્નિદાન દેવા RSSના સ્વયંસેવકોની મદદ લેવામાં આવી હતી. આ અંગે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત કરતા RSS ના સ્વયંસેવક વિવેકભાઈ તલાવિયાએ જણાવ્યું હતું કે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં માનવ સેવા કરવી એ દરેક માનવીની ફરજ જ છે અને આપણે સૌ સાથે મળીને કોરોનાને માત આપીએ.

Last Updated : Apr 16, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.