- ફરાર આરોપી સચિન ઠકકરને પોલીસે ઝડપી પાડ્યો
- ભુજ A ડિવિઝન પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટ્યો હતો
- પોલીસે ફરાર આરોપીને ઝડપવા આગળની કાર્યવાહી હાથ ધરી
ભુજ: કરોડો રૂપિયાનું પોસ્ટનું કૌભાંડ આચરનારા સચિન ઠક્કરને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો. સવારે ભુજ પોલીસ સ્ટેશનમાંથી સચિન ફરાર થઈ જતા પશ્ચિમ કચ્છ જિલ્લા સહિતની તમામ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ગણતરીના કલાકોમાં જ પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)એ આરોપીને ભુજમાંથી જ દબોચી લીધો હતો. ભુજનાં A ડિવિઝન પોલીસ મથકમાંથી સચિન સવારે નવ વાગે ભાગી ગયો હતો.
આ પણ વાંચો: ભુજના પોસ્ટ કૌંભાડ મામલે અંતે મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ધરપકડ કરાઈ
સચિન પોસ્ટ વિભાગનાં કોઈ એજન્ટ કર્મચારીના ઘરે છુપાયો હતો
હાઈપ્રોફાઈલ આર્થિક ગુનાનો આરોપી પોલીસ મથકમાંથી ભાગી જવાની ઘટનાને SP સૌરભ સિંગએ ગંભીરતાથી લઈને તમામને એલર્ટ કરી દીધા હતા. તમામ પોલીસ મથક, LCB અને SOG ઉપરાંત તમામ બ્રાન્ચના કર્મચારીઓને સચિનનો પત્તો મેળવવા એક્ટિવ કરી દેવાયા હતા. તે દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ટીમને સચિન ઘનશ્યામનગરમાં સંતાયો હોવાની બાતમી મળી હતી. સચિન પોસ્ટ વિભાગનાં કોઈ એજન્ટ કર્મચારીના ઘરે છુપાયો હતો. પોલીસે તરત જ તેને ઝડપી લઈને ફરી પાછો ઝેલમાં ધકેલી દીધો હતો.