ETV Bharat / state

વિશ્વ ઊંટ દિવસ: ઊંટોના સંવર્ધન માટે ઊંટ ઉછેરક સંગઠન દ્વારા પૂરુ પાડવામાં આવ્યું માર્ગદર્શન - ઊંટના દૂધમાં ફેટનું પ્રમાણ

કચ્છના ભુજમાં કચ્છ ઊંટ ઉછેરક સંગઠન(Camel Breeders Association ) દ્વારા વિશ્વ ઊંટ દિવસની(World Camel Day) ઉજવણીના ભાગ રૂપે 12મી સમાધાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં માલધારીઓ દ્વારા સાધારણ સભાનો આયોજનમાં આ સભામાં કચ્છમાં ઊંટના દૂધ ઉત્પાદન અને એ અંગેની ઉત્થાન સહિતની ચર્ચાઓ તથા ઊંટડીના દૂધની કાળજી વગેરે આગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વ ઊંટ દિવસ: ઊંટોના સંવર્ધન માટે ઊંટ ઉછેરક સંગઠન દ્વારા પૂરુ પાડવામાં આવ્યું માર્ગદર્શન

author img

By

Published : Jun 22, 2022, 7:12 PM IST

કચ્છ: 22 જૂન 2022ના રોજ વિશ્વ ઊંટ દિવસની(World Camel Day) ઉજવણીના ભાગ રૂપે આજે ભુજ ખાતે કચ્છ ઊંટ ઉછેરક સંગઠન દ્વારા 12મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં સહયોગ સહજીવન સંસ્થા અને તાંત્રિક સહયોગ ગાંધીનગરના પશુપાલન વિભાગનો(Animal Husbandry Department of Gandhinagar) રહ્યો હતો. ભુજમાં માલધારીઓ દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે જ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની સાધારણ સભાનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કચ્છમાં ઊંટના દૂધ ઉત્પાદન અને એ અંગેની ઉત્થાન સહિતની ચર્ચાઓ તથા ઊંટડીના દૂધનો ઔષધીય મહત્વ(Medicinal importance of camel milk), સ્વચ્છ દૂધ કોને કહેવાય, સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે વ્યવહારુ જાણકારી, દૂધ દોહનની પ્રક્રિયા(Milking process), દૂધ એકત્રીકરણ કરવાના વાસણો, એકત્રિત કરેલ દૂધની કાળજી વગેરે આગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની સાધારણ સભાનો આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છમાં 12,000 હજારથી પણ વધારે ઊંટો - કચ્છ ઉછેરક સંગઠનની રચના 2011માં કરવામાં આવી હતી. કચ્છ ઊંટ ઉછેરક સંગઠનએ ઊંટના પાલન અને ઉજ્જવળ ભવિષ્યની દિશામાં તરફ કામ કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમાંથી 12,000થી પણ વધારે ઊંટોનો સમાવેશ થાય છે. કચ્છમાં ઊંટ પાલકો પહેલા માત્ર શોખ પૂરતા જ ઊંટ રાખતા હતા, પરંતુ જ્યારથી ઊંટડીનાં દૂધનું માર્કેટ(Camel milk market) વધ્યું અને તેને કારણે ઊંટ પાલકોની આવકમાં વધારો(Increase in income of camel breeders) થયો ત્યારથી ઊંટ પાલકો ઊંટ ઉછેરમાં પણ રસ લેતા થયા છે.તો આજે ઊંટડીના ભાવો પણ વધ્યા છે અને ઊંટડીના દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે.

આ પણ વાંચો: Camel Breeders Kutch: કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો

કચ્છના ખારાઇ ઊંટ વિશે જાણવા જેવુ - ખારાઇ ઊંટની વિશેષતા(Specialty of saline camel) ખારાઇ ઊંટ સમગ્ર ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના કાંઠે(On the shores of the Gulf of Khambhat) જ જોવા મળે છે. ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફક્ત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી. દરિયાઈ ખાડીમાં થતા ચેરિયા Mangroves વનપસ્પતિના પાંદડા તેનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરીયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો , ખારી જાર , પીલુડી જેવી વનસ્પતિનુ ચરિયાણ કરે છે. મુખ્યત્વે દરિયાઈ પ્રદેશની ખારી ક્ષારવાળી વનસ્પતિ જ તેનો આહાર(Alkaline vegetable camel diet) હોવાથી તે ખારાઇ તરીકે ઓળખાય છે.

ચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે.

ખારાઇ ઊંટનુ સરેરાશ દૂધ ઉત્પાદન - 3.5 લીટરથી 4 લીટર જેટલું કચ્છના કચ્છી અને વાગડીયા રબારી પણ પરંપરાથી ખારાઇ ઊંટના ઉછેર સાથે સંકળાયેલા છે, પરંતુ હાલમાં તેઓ ફકીરાણી જતોને ઊંટ ચરવા માટે ચરાઈ પર આપે છે.એક દંતકથા મુજબ ઇ.સ. 1600માં થઇ ગયેલા સાવલાપીર, જેમની દરગાહ કોટેશ્વર સામેના દરિયાઈ બેટ પર આવેલી છે, તેમના દ્વારા ખારાઇ ઊંટની ઉત્પતિ થઈ તેવું મનાય છે. ખારાઇ ઊંટનુ સરેરાશ દૂધ ઉત્પાદન(Average camel milk production) 3.5 લીટરથી 4 લીટર જેટલું હોય છે. દૂધમાં ફેટનું પ્રમાણ(Amount of fat in camel milk) સરેરાશ 3.66 થી 4 જેટલુ હોય છે. જ્યારે SNF 8.22 પરથી 8.30 જેટલુ હોય છે. ખારાઇ ઊંટનું વેતરનું સરેરાશ દૂધ 1450 લીટર જેટલું હોય છે.

કચ્છમાં ઊંટ પાલકો પહેલા માત્ર શોખ પૂરતા જ ઊંટ રાખતા હતા, પરંતુ જ્યારથી ઊંટડીનાં દૂધનું માર્કેટ વધ્યું

ખારાઇ ઊંટ કચ્છનો અખાત અને ખંભાતનો અખાતના દરિયાકાંઠાના ગામોમાં જ જોવા મળે - ખારાઇ જાતિના ઊંટ જેને તાજેતરમાં જ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા અલગ નસલ તરીકે માન્યતા આપવામાં આવી છે . જેના રજિસ્ટ્રેશન નંબર INDIA_CAMEL_0400_KHARAI_02009 ખારાઇ દેશની નવમી ઊંટની ઓલાદ છે. ખારાઇ ઊંટ કચ્છનો અખાત અને ખંભાતનો અખાતના દરિયાકાંઠાના ગામોમાં જ જોવા મળે છે. ગુજરાતમાં ખારાઇ ઊંટની વસ્તી 3664 જેટલી છે, સહજીવન સર્વે -2015 પરંતુ તેનાથી પણ વધારે વસ્તી હોવાની સંભાવના છે.

ભુજમાં માલધારીઓ દ્વારા સાધારણ સભાનો આયોજનમાં આ સભામાં કચ્છમાં ઊંટના દૂધ ઉત્પાદન અને એ અંગેની ઉત્થાન સહિતની ચર્ચાઓ તથા ઊંટડીના દૂધની કાળજી વગેરે આગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Saurashtra Sale of camels in Kutch : કયા કારણોસર સૌરાષ્ટ્રના પશુપાલકો પોતાના ખારાઇ ઊંટ વેચી રહ્યા છે કચ્છમાં

કેમલ મિલ્ક અનેક રીતે ગુણકારી - ઊંટના દૂધમાં ભરપૂર ખનિજો આવેલા છે, જે આરોગ્ય સુધારવામા સહાયરૂપ થવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિવિધ સંસ્કૃતિઓમાં હજારો વર્ષોથી વપરાતા આ દૂધ અંગે આયુર્વેદના પુસ્તકોમાં પણ તેના ઘણા લાભ દર્શાવવામાં આવ્યા છે. કેમલ મિલ્ક ઈન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે લોહીમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે, જે ડાયાબિટીસના મેનેજમેન્ટ ઉપરાંત તેને રોકવામાં પણ સહાયક બને છે. જેમ વ્યક્તિઓમાં જાગૃતિ વધતી જાય છે તેમ કેમલ મિલ્ક પ્રોડ્કટની માંગ પણ વધતી જાય છે.

ઊંટ પાલકોની સહકારી મંડળીનો ટર્ન ઓવર 1 કરોડ જેટલો થવા પામ્યો - ઊંટ છે તે પ્રકૃતિ માટે જરૂરી છે.આમ તો રાજસ્થાનની અંદર સૌથી વધારે ઊંટ છે પરંતુ કચ્છ જિલ્લામાં પણ 12000 જેટલા ઊંટોની સંખ્યા છે.પરંતુ ડેરી, ચરિયાણ કે સંગઠનની વાત હોય ત્યાં કચ્છ જિલ્લામાં ઊંટના દૂધની સહકારી મંડળીઓ પણ રચાયેલી છે.વર્ષ 2024ને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ ઊંટ વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે ત્યારે આખી દુનિયાને માર્ગદર્શન પૂરું પાડવાનું કાચ કચ્છ કરશે કારણ કે અહીં ઊંટ પાલકોની જે સહકારી મંડળી છે તે આખા દુનિયામાં ક્યાંય નથી.અહીંયાના ઊંટ પાલકોની સહકારી મંડળીનો ટર્ન ઓવર 1 કરોડ જેટલો થવા પામ્યો છે અને આજીવિકા પણ વધી છે.

ઊંટો માટે સરકારી યોજનાઓનો અભાવ: પ્રોગ્રામ કોર્ડીનેટર, સહજીવન સંસ્થા - સમગ્ર દુનિયામાં ઊંટની સંખ્યા ઘટી રહી છે પરંતુ કચ્છ જિલ્લામાં ઉંટો ની સંખ્યા વધી રહી છે. હાલમાં કચ્છ જિલ્લામાં ઊંટોની વસ્તીમાં 15 ટકા જેટલો વધારો નોંધાયો છે.ઉપરાંત જોવા જઈએ તો ઊંટો માટે કોઈ સરકારી યોજનાઓ જ નથી અને ઊંટને પશુની વ્યાખ્યામાં પણ ગણવામાં નથી આવી રહ્યું. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ઊંટ માટે પાણીની વ્યવસ્થા કરવાની જરૂર છે.હાલ ઘણા બધા ચરિયાણ ઓછા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.