ETV Bharat / state

કચ્છનો દરિયા કિનારો ફરી આવ્યો ચર્ચામાં, હવે આ વખતે મરિન કમાન્ડોને શું મળ્યું...

કચ્છના પિંગલેશ્વરના દરિયા કિનારેથી (Kutch Pingleshwar beach) મરીન કમાન્ડોને (Kutch Marine Commando) બિનવારસી હાલતમાં 10 શંકાસ્પદ પેકેટ મળી (Suspicious packets found from Kutch) આવ્યા હતા. આ પેકેટમાં માદક પદાર્થ છે કે બીજું કંઈક તેની તપાસ અત્યારે ચાલી રહી છે.

કચ્છનો દરિયા કિનારો ફરી આવ્યો ચર્ચામાં, હવે આ વખતે મરિન કમાન્ડોને શું મળ્યું...
કચ્છનો દરિયા કિનારો ફરી આવ્યો ચર્ચામાં, હવે આ વખતે મરિન કમાન્ડોને શું મળ્યું...
author img

By

Published : May 4, 2022, 8:30 AM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી (Kutch Pingleshwar beach) આવવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. માંડવીના પિંગલેશ્વરના દરિયા કિનારેથી મરિન કમાન્ડોને બિનવારસી હાલતમાં શંકાસ્પદ પેકેટ મળી (Suspicious packets found from Kutch) આવ્યા હતા. જોકે, આ પેકેટમાં માદક પદાર્થ જ છે કે કંઈ બીજું તેની તપાસ હાલ ચાલી રહી છે.

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા શંકાસ્પદ પેકેટ

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મળ્યા શંકાસ્પદ પેકેટ - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી (Kutch Pingleshwar beach) ખાસ કરીને ભારત-પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમ જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે હવે પિંગલેશ્વરના દરિયા કિનારેથી મરિન કમાન્ડો ફોર્સને (Kutch Marine Commando) ફૂટ પેટ્રોલિંગ કરતા સમયે 10 બિનવારસી પેકેટ મળી આવ્યા હતા.

કચ્છનો દરિયા કિનારો ફરી આવ્યો ચર્ચામાં, હવે આ વખતે મરિન કમાન્ડોને શું મળ્યું...
કચ્છનો દરિયા કિનારો ફરી આવ્યો ચર્ચામાં, હવે આ વખતે મરિન કમાન્ડોને શું મળ્યું...

આ પણ વાંચો-Jakhau Port Drugs Caseની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા, ગુજરાત અને મુઝફ્ફરનગર વચ્ચે શું કનેક્શન છે...

મરિન કમાન્ડોને 10 સિલ્વર રંગના માદક પદાર્થ ધરાવતા પેકેટ મળ્યા - મરિન કમાન્ડો પિંગ્લેશ્વરથી (Kutch Pingleshwar beach) મોટી સિંધોડી કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે સવારે 9.46 વાગ્યે કડુલી બિચ વિસ્તારથી આશરે 600 મીટર આગળ 10 સિલ્વર રંગના પેકેટ જોવા મળ્યા હતા. આ પકેટનું કુલ વજન આશરે 10 (દસ) કિલો હતું. તેમાં માદક પદાર્થ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Jakhau Port Drugs Case : અફઘાનિસ્તાની અને ભારતીયને કોર્ટમાં કરાયા રજૂ કરાયા, હવે આટલા દિવસના રિમાન્ડ પર થશે પૂછપરછ

મરિન કમાન્ડો ફોર્સને 10 કેફીદ્રવ્યનું પેકેટ મળી આવ્યા - મરિન કમાન્ડો ફોર્સને સિલ્વર રંગનું પેકેટ જોવા મળતા તેના પર અંગ્રેજીમાં સ્ટારબક્સ મીડીયમ રોસ્ટ, કોફી વિથ એસેન્ટિયલ વિટામિન લખેલું હતું. તેમ જ કપ-રકાબીની છાપ હતી. પેકેટના ખૂણામાં દરિયાઈ રેતી જામેલી જોવા મળી હતી. એટલે દરિયાના મોજા સાથે તણાઈને કિનારે આવ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પેકેટ શંકાસ્પદ જણાતા કબજે લઇ આગળની કાર્યવાહી અર્થે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે (Kothara Police Station)આગળની કાર્યવાહી અર્થે જમા કરાવવામાં આવ્યા હતા.

જુદી જુદી એજન્સીઓએ 1471 ચરસના પેકેટ જપ્ત કર્યા છે - અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે 2020થી BSF અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1,471 ચરસ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.