ETV Bharat / state

કચ્છમાં કોરોનાકાળમાં આરોગ્ય તંત્રના સર્વેલન્સથી બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓના જીવ બચાવાયા - Health Officer Dr. Premkumar Kannar

કચ્છ જિલ્લામાં અનલોક 4.0 સાથે કોરોના મહામારી વચ્ચે પણ જનજીવન ધીમેધીમે સ્થિર થઇ રહ્યુ છે. જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો હતો. બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ખાસ રક્ષણ આપાયું હતુ. જેથી આવનારા ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ થઈ શકશે.

xz
xz
author img

By

Published : Sep 5, 2020, 12:38 PM IST

કચ્છઃ જિલ્લામાં અનલોક 04 સાથે જનજીવન કોરોના મહામારી વચ્ચે પણ ધીમેધીમે સ્થિર થઇ રહ્યુ છે, ત્યારે કચ્છમાં કોરોનાકાળ દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલા વિવિધ સર્વેલન્સને કારણે જિલ્લાના 10 વર્ષથી નીચેના બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ખાસ રક્ષણ અપાયુ હતું. જિલ્લામાં કોરોના મહામારીના પ્રવેશ સાથે જ આરોગ્ય વિભાગે આદરેલી સર્વેની કામગીરી સાથે હવે કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓનો પણ અભ્યાસ શરૂ કરી દેવાયો છે. જેથી આવનારા ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ થઈ શકશે. જિલ્લામાં આરોગ્ય વિભાગની આ સર્વેલન્સ નજર અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય કચેરી ખાતે ઈટીવી ભારત સાથે વિશેષ વાતચીતમાં ડો. પ્રેમકુમાર કુન્નરે જણાવ્યુ હતું હતું કે, કચ્છમાં લખપત તાલુકાના મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદથી આરોગ્ય વિભાગે સર્વેલન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુે હતું. કચ્છમાં 22 લાખ આસપાસની તમામ વસ્તીને 100 ટકા આવરી લઈને હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો હતો. જેથી કોરોના એન્ટ્રી સાથે જ એક જ સપ્તાહમાં 586 તાવ અને 1248 સામાન્ય શરદીના દર્દીઓને અલગ તારવી લેવાયા હતા. જેથી સંક્રમણ ફેલાવવાની શકયતાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં હતો. આ સર્વેલન્સ બાદ બીજા તબક્કામાં મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રેડ ઝોનમાં આવતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં હતા. સરકારી ક્વોરન્ટાઈન સહિતના પગલા ભરાયા હતા. ત્રીજા તબક્કામાં શ્રમિકોએ ફરજ માટે હાજર થનારા વિવિધ સૈન્યના જવાનો તરફ ધ્યાન રાખ્યુ હતું. આ પછી અનલોક સાથે કેસની સંખ્યામાં વધારો થશે. તે સ્વીકાર્ય બાબત હતી. જેથી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તમામ ફોકસ વધારી દેવાયુ હતું.

કચ્છમાં કોરોનાકાળમાં આરોગ્ય તંત્રના સર્વેલન્સથી બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓના જીવ બચાવાયા
જિલ્લા આરોગ્ય તંત્રની વિવિધ ટીમો શરૂઆતના તબકામાં પોઝિટિવ કેસ આવ્યા પછી જે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ જાહેર થતુ હતુ. તેમાં તમામ મકાનોને આવરી સર્વે કરાયો હતો. હવે માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. જિલ્લાામાં આજની સ્થિતીએ 46,259 લોકોનો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 8,651 હાઈ રિસ્ક ધરાવતા લોકોને અલગ તારવી સારવાર આપવામાં આવી છે. 35,608 લો રિસ્ક ધરાવતા લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સુપર સ્પેડર્સની વ્યાખ્યામાં આવતા 41,092 લોકોનો ખાસ સર્વે કરાયો હતો. આ ઉપરાંત કચ્છમાં પોઝિટિવ કેસ જાહેર થયા બાદ દર્દીના સંપર્કમાં આવેલા 10 વર્ષથી નીચેના 298 લોકોને અલગ તારવીને તેમના પર વિશેન ધ્યાન અપાયું હતું. જોકે, સૌથી ખુશીની બાબત એ છે કે, પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા બાળકોમાં સંક્રમણ ખુબ ઓછું ફેલાયુ છે. જયારે 206 જેટલી સગર્ભા મહિલાઓને પણ અલગ તારવીને તેમના માટે તમામ સુવિધા અને સારવાર અપાઈ હતી. આ ઉપરાંત કચ્છના 2,064 જેટલા ગંભીર બિમારી ધરાવતા વૃદ્ધોને પણ અલગ તારવીને અલગથી ધ્યાન અપાયુ હતું. કચ્છમાં જે મરણ નોંધાયા તેમાંથી સૌથી વધુ મરણ વૃદ્ધો અને ગંભીર બિમારી વાળા વૃદ્ધોનું પ્રમાણ જોવા મળ્યું છે. આ જ કારણે દર્દીના સંપર્કમાં આવેલા 60 વર્ષથી વધુ ઉંમરના 3,408 વૃદ્ધોને તમામ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. કચ્છની સ્થાનિક ભાષાા લોકોને સમજણ અંતરિયાળ વિસ્તારમાં સ્થાનિક આરોગ્ય કર્મચારીઓની ટીમ સહિતના પગલા ભરનારા કચ્છી અધિકારી ડો. પ્રેમકુમારે વધુમાં કહ્યુ હતુ કે, કચ્છમાં સર્વેલન્સની કામગીરી ઉપરાંત હવે આરોગ્ય વિભાગે જિલ્લામાં કોરોનાથી સ્વસ્થ થયેલા 822 દર્દીઓનો અભ્યાસ હાથ ધર્યો હતો. સામાન્ય રીતે 10 દિવસની સારવાર બાદ 7 દિવસ ઘરે આઈસોલેટ થયા બાદ દર્દી 28 દિવસ સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થાય છે. આ વચ્ચે તેને સૌથી વધુ માનસિક અસર પડે છે. આ ઉપરાંત કેટલાક કિસ્સામાં ઓછી અસર વાળા દર્દીઓને નવી બિમારીના લક્ષણો પણ જોવા મળ્યા હતા સાથે 98 ટકામાં વાઇરસ ઘાતક ન હોવાનું જણાયુ છે. કોરોના નવા સ્વરૂપે આવેલો જુનો વાઇરસ છે. જેથી આગામી ભવિષ્યમાં આ સર્વે અભ્યાસ માટે ખુબ જરૂરી બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.