કચ્છઃ વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ (Major earthquake in Gujarat) સમયે અનેક વ્યક્તિઓને (Injured in the 2001 Kutch earthquake ) ઈજાઓ થઈ હતી. આ ગોઝારા દિવસે ભવિતાબેન અમૃતલાલ ચાવડાએ પણ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. ત્યારે તે વીસ વર્ષના હતાં અને દ્રઢ મનોબળ રાખીને તેમણે સારવાર લઈને પગભર થયાં તેમજ 5,000થી પણ વધારે બહેનોને સીવણ કામ, ભરતગુંથણ, પેપર કવિલી વગેરે શીખવાડીને તેમને પણ (Success Story Of Earthquake Victim) આત્મનિર્ભર કર્યા છે.
મહિલાઓને આત્મનિર્ભર બનાવતાં ભવિતા ચાવડા
26 જાન્યુઆરી 2001ના મહાવિનાશક ભૂકંપે (Major earthquake in Gujarat) અનેકના જીવન બદલી નાખ્યાં અનેક લોકોએ પોતાનો જીવ ખોયો. અનેક લોકોએ પોતાના સ્વજનો ખોયા તો અનેક લોકોએ પોતાના હાથપગ પણ ખોયા છે. ત્યારે અંજાર તાલુકાના ખંભરા ગામના ભવિતાબેન કે જેમણે આ ગોઝારા ભૂકંપમાં પોતાનો જમણો પગ ખોયો (Injured in the 2001 Kutch earthquake) છે છતાં પણ તેમને હિંમત ન હારીને પોતાના પર વિશ્વાસ રાખી પોતાની સારવાર કરાવી આર્ટિફિશિયલ પગ લગાડીને ફરીથી પોતાના પગ પર ઊભા (Success Story Of Earthquake Victim) થયા છે. સાથેે અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ, ભરતગુંથણ, પેપર કવિલી વગેરે માટેના ક્લાસ ચલાવી રહ્યાં (Kutch Earthquake Anniversary 2022) છે અને અત્યાર સુધીમાં 5000 જેટલી મહિલાઓને પગભર કરી ચૂક્યા છે.
ભૂકંપમાં પોતાનો પગ ગુમાવનાર ભાવિતાબેનની વહારે આવ્યું બિદડા સર્વોદય ટ્રસ્ટ
વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની વહારે બિદડા સર્વોદય ટ્રસ્ટ (Kutch Bidda Sarvoday Trust) આવ્યું હતું. ભૂકંપમાં ભવિતાબેને પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. ટ્ર્સ્ટમાં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પ્રાથમિક સારવાર શરૂ થઈ ગઇ હતી. ભવિતાબેને જણાવ્યું હતું કે 2001ના ભૂકંપમાં તેઓ દબાઈ ગયા હતાં અને જમણો પગ વધારે દબાઈ જતા કપાઈ (Injured in the 2001 Kutch earthquake) ગયો હતો અને હું બેસી પણ શકતી ન હતી. ત્યારે સ્ટ્રેચર પર બિદડા સર્વોદય ટ્રસ્ટ લઈ આવવામાં આવ્યા હતાં અને અહીં મને સાંત્વના આપવામાં આવી હતી કે રડશો નહીં અમે તમારી સાથે છીએ. બધું બરાબર થઈ જશે. મને એમ હતું કે મારે હોસ્પિટલમાં નથી રહેવું. પરંતુ અહીં મને પરિવાર જેવો જ પ્રેમ મળ્યો અને મારી સારવાર ચાલુ કરવામાં આવી હતી.
સામાન્ય વ્યક્તિની જેમ ચાલી,બેસી, ઉઠી શકાય તેેવી સારવાર અપાઇ
જયા રિહેબ સેન્ટરના ડાયરેક્ટર મુકેશ દોશી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિરેન્દ્ર શાંડિલ્યના માર્ગદર્શન હેઠળ સતત ઉંમર પ્રમાણે ફેરફાર કરી પ્રોસ્થેસિસ આપવામાં આવ્યું હતું. જેથી સામાન્ય વ્યક્તિની જેમ ચાલી શકાય અને આ ઉપરાંત ડોક્ટર લોગનાથન પ્રોસ્થેટિક અને ઓર્થોટિક ટેકનીશિયન હરિશ્ચંદ્ર કુબલ, મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ પ્રોસ્થેસિસમાં જોઈન્ટ બેસાડેલો જેથી આરામથી ઉઠી બેસી શકાય અને જોઇન્ટ સાથે તાલીમ (Success Story Of Earthquake Victim) પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?
ભવિતાબેન ચાવડા ભારત દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત
ભવિતાબેનને બાળપણથી જ રાસ ગરબા રમવાનો શોખ હતો. જે શોખને એક પગ ગુમાવ્યો (Injured in the 2001 Kutch earthquake )છતાં પણ જીવંત રાખ્યો છે. ઉપરાંત ગરબા રમવાની ઘણી બધી કોમ્પિટિશનમાં પણ ભાગ લઇ તેમાં ઘણા બધા ઇનામ પણ (Success Story Of Earthquake Victim)મેળવ્યા છે. આ ઉપરાંત અનેક મહિલાઓને પગભર કરવા પણ ઘણા બધા એવોર્ડ અને સન્માન પત્ર પણ તેમને એનાયત (Kutch Earthquake Anniversary 2022) કરવામાં આવ્યા છે. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા પણ સેલ્યુટ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 3જી ડિસેમ્બર 2021ના રોજ રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવિતાબેન ચાવડાને ભારત દિવ્યાંગ રત્ન એવોર્ડથી (Bharat Divyang Ratan Award ) પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આજે પણ ભૂકંપમાં ઇજા પામેલા લોકોને હજી પણ આપે છે મફત સેવા
ઉલ્લેખનીય છે કે, બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત રિહેબ સેન્ટરમાં આજે પણ 2001માં ભૂકંપમાં ઇજા (Injured in the 2001 Kutch earthquake )પામેલા લોકોને હજી પણ મફત સેવા આપી રહ્યા છે. ભવિતાબેને (Success Story Of Earthquake Victim) પોતાને ફરીથી પોતાના પગ પર ઉભા કરવા માટે બિદડા સર્વોદય ટ્રસ્ટનો (Kutch Bidda Sarvoday Trust) આભાર માન્યો હતો અને સમાજમાં તેમને સેલ્યુટ મળવાનો શ્રેય પણ આપ્યો હતો.